મુકેશ અંબાણી હવે સ્ટાર ઇન્ડિયામાં પુરશે નવો પ્રાણ, આટલા હજાર કરોડનું કરશે રોકાણ
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિઝની સ્ટાર ઈન્ડિયા વચ્ચેની ડીલ પૂરી થઈ ગઈ છે. આ સાથે મુકેશ અંબાણીએ હવે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરીને સ્ટાર ઈન્ડિયામાં નવો પ્રાણ પુરશે.
1 / 6
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિઝની સ્ટાર ઈન્ડિયા વચ્ચે 70,000 કરોડ રૂપિયાની ડીલ પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે વોયકોમ 18 અને સ્ટાર ઈન્ડિયાને જોડીને એક નવી કંપની ઉભી થવા જઈ રહી છે. આ દરમિયાન સ્ટાર ઈન્ડિયામાં નવો પ્રાણ રેડવા માટે મુકેશ અંબાણીએ હજારો કરોડ રૂપિયાની યોજના બનાવી છે.
2 / 6
રિલાયન્સ-ડિઝની ડીલને પૂર્ણ થવામાં ઘણો સમય લાગ્યો હતો. CCIની ફરિયાદોનું નિરાકરણ કર્યા બાદ આ વર્ષે આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જોકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી મંજૂરી મળવાની બાકી છે.
3 / 6
મુકેશ અંબાણીની રૂપિયા 11,500 કરોડની યોજના : મર્જર ડીલ જે ત્રણ કંપનીઓ વચ્ચે થઈ છે. તે મુજબ સ્ટાર ઈન્ડિયાની કિંમત 26,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જ્યારે વાયાકોમ 18ની કિંમત 33,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમના મર્જર પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવી રચાયેલી કંપનીમાં રૂપિયા 11,500 કરોડનું રોકાણ કરશે.
4 / 6
Star India અને Viacom 18ની તમામ ટીવી ચેનલો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને આ રોકાણનો લાભ મળશે. હાલમાં સ્ટાર ઈન્ડિયા 77 ટીવી ચેનલોનું સંચાલન કરે છે. આ સાથે તેની પાસે Disney + Hotstar નામનું OTT પ્લેટફોર્મ પણ છે.
5 / 6
તેવી જ રીતે, Viacom 18 વિશ્વની 8 અલગ-અલગ ભાષાઓમાં લગભગ 100 ચેનલો ચલાવે છે. આ સાથે તેની પાસે Jio સિનેમા જેવું OTT પ્લેટફોર્મ છે. બંનેના મર્જર બાદ તે દેશની સૌથી મોટી મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ કંપની હશે.
6 / 6
મર્જર બાદ બનેલી નવી કંપનીમાં રિલાયન્સનો હિસ્સો 56 ટકા રહેશે. જ્યારે ડિઝની હજુ પણ સ્ટાર ઇન્ડિયામાં 37 ટકા શેરહોલ્ડર રહેશે. ઉદય શંકર અને જેમ્સ મર્ડોકની બોધિ ટ્રી સિસ્ટમ્સમાં 7 ટકા હશે. નીતા અંબાણી નવી કંપનીના ચેરપર્સન હશે, જ્યારે ઉદય શંકર તેના વાઇસ ચેરમેન હશે.
Published On - 8:06 am, Thu, 14 November 24