
PNR સ્ટેટસ ચેક કરવા માટે તમારે પહેલા ટિકિટ બુક કરવી પડશે. આ કર્યા પછી તમે સરળતાથી બધી માહિતી મેળવી શકો છો. હવે તમે વિચારતા હશો કે ટ્રેનની ટિકિટ કેવી રીતે બુક કરાવી શકાય? તો ચાલો તમને આખી પ્રક્રિયા વિશે માહિતી આપીએ.

સૌથી પહેલા તમારે Jio ફોનમાં ઉપલબ્ધ 'Jio Rail App' પર જવું પડશે. અહીં ગયા પછી તમારે સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે, તમે કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધી મુસાફરી કરવા માંગો છો અને તે પછી તમારે તારીખ પસંદ કરવાની રહેશે. એકવાર તમે બધું પસંદ કરી લો, પછી તમારે ટ્રેન અને સીટ પણ પસંદ કરવી પડશે.