Gujarati NewsPhoto galleryMukesh Ambani invested 3300 crore rupees in Alok Industries stock gave 28 percent return in 2 days Multibagger Stocks
મુકેશ અંબાણીએ આ સ્મોલ કેપ કંપનીમાં કર્યું 3300 કરોડ રૂપિયાનું રોકાણ, શેરે 2 દિવસમાં આપ્યું 28 ટકા રિટર્ન
આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં લાંબા સમયથી વધારો ચાલી રહ્યો છે. શેરે છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન અંદાજે 28 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 1 મહિનામાં શેર 34.24 ટકા વધ્યો છે. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો રોકાણકારોને 63.25 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આલોક ઇન્ડસ્ટ્રીઝનો શેર 72.84 ટકા વધ્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વર્ષ 2020 માં નાદારી પ્રક્રિયા હેઠળ આલોક ઈન્ડસ્ટ્રીઝને ખરીદી હતી. હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40.01 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો 34.99 ટકા હિસ્સો જેએમ ફાયનાન્સિયલ રિકન્સ્ટ્રક્શન કંપની પાસે છે.
5 / 5
આલોક ઈન્ડસ્ટ્રીઝ એક ટેક્સટાઇલ કંપની છે. કંપની કોટન તેમજ પોલિએસ્ટર સેગમેન્ટમાં ડીલ કરે છે. કંપની કપડાની સાથે ચામડાના ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. આલોક ઈન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2022-23માં 6,937 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી.