MS Dhoni Birthday: ફોન કેમ નથી ઉપાડતા ‘માહી’? 15 હજાર ફૂટથી શા માટે લગાવી હતી છલાંગ? જાણો તેમની જિંદગીના 7 રસપ્રદ કિસ્સા

ક્રિકેટના મેદાન પર કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીનું મેદાન બહારનું જીવન પણ એટલું જ રસપ્રદ છે. જાણો તેમના જીવન સાથે જોડાયેલી 7 એવી વાતો જે બહુ ઓછા લોકો જાણે છે.

| Updated on: Jul 07, 2026 | 8:55 AM
1 / 11
ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની આજે 45 વર્ષના થયા છે. ક્રિકેટના મેદાન પર તેમણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેનાથી લગભગ દરેક ક્રિકેટપ્રેમી પરિચિત છે. પરંતુ મેદાનની બહારનું તેમનું વ્યક્તિત્વ પણ એટલું જ રસપ્રદ અને પ્રેરણાદાયક છે.

2 / 11
તેમની સાદગી, શાંત સ્વભાવ અને અનોખી જીવનશૈલીને કારણે ધોની આજે પણ કરોડો ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. તેમના જન્મદિવસના અવસરે જાણીએ જીવન સાથે જોડાયેલી એવી 7 ખાસ વાતો, જે બહુ ઓછા લોકો જાણતા હશે.

3 / 11
ધોની ફોન કૉલનો જવાબ કેમ આપતા નથી? મહેન્દ્ર સિંહ ધોની વિશે સૌથી વધુ ચર્ચાતી બાબતોમાં એક તેમની ફોન ન ઉપાડવાની આદત છે. તેમના ઘણા સાથી ખેલાડીઓ અને નજીકના મિત્રોએ મજાકમાં કહ્યું છે કે ધોનીને ફોન કરવો એટલે જવાબ મળવાની આશા ઓછી રાખવી.

4 / 11
ધોનીએ એક કાર્યક્રમ દરમિયાન આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેઓ ટેક્નોલોજીનો મર્યાદિત ઉપયોગ કરે છે. સતત ફોન સાથે જોડાયેલા રહેવાને બદલે તેઓ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે, તેથી ઘણી વખત ફોન કૉલ્સનો જવાબ આપી શકતા નથી.

5 / 11
15 હજાર ફૂટની ઊંચાઈ પરથી પેરા જમ્પ શા માટે કર્યો? 2011માં ભારતને વર્લ્ડ કપ જીતાડ્યા બાદ ધોનીને ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલનું સન્માન આપવામાં આવ્યું હતું. જોકે ધોની માટે આ માત્ર સન્માન નહોતું, પરંતુ દેશસેવામાં જોડાવાની તક હતી.

6 / 11
તેમણે પેરા રેજિમેન્ટની વિશેષ તાલીમ લીધી અને આગ્રા એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાના AN-32 વિમાનમાંથી લગભગ 15 હજાર ફૂટની ઊંચાઈ પરથી સફળતાપૂર્વક પાંચ પેરાશૂટ જમ્પ કરીને પોતાની બહાદુરી સાબિત કરી.

7 / 11
ક્રિકેટ પહેલાં રેલવેમાં નોકરી કરતા હતા ધોની: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મળતાં પહેલાં ધોની પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પર ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2001થી 2003 દરમિયાન તેમણે આ નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરી હતી. તે સમયે તેમનો પ્રથમ માસિક પગાર અંદાજે 3 હજાર રૂપિયા હતો. સામાન્ય નોકરીમાંથી વિશ્વ ક્રિકેટના શિખર સુધી પહોંચવાની તેમની સફર અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે.

8 / 11
લાંબા વાળ પાછળ હતું બોલિવૂડ કનેક્શન: ધોનીના કરિયરની શરૂઆતમાં તેમની લાંબા વાળની સ્ટાઇલ ખૂબ લોકપ્રિય બની હતી. ઘણા દેશોમાં તેમના હેરસ્ટાઇલની ચર્ચા થતી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે ધોની અભિનેતા જ્હોન અબ્રાહમના મોટા પ્રશંસક હતા. તેમની સ્ટાઇલથી પ્રેરાઈને જ ધોનીએ લાંબા વાળ રાખવાનું શરૂ કર્યું હતું, જે બાદમાં તેમની ઓળખ બની ગઈ.

9 / 11
દૂધ નહીં, મિલ્કશેક હતા સૌથી પ્રિય: એક સમયે એવી ચર્ચાઓ હતી કે ધોની દરરોજ ચારથી પાંચ લીટર દૂધ પીતા હતા. જોકે ધોનીએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર અફવા હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને દૂધ, મિલ્કશેક અને ચોકલેટ ખૂબ પસંદ છે. તેઓ નિયમિત રીતે દૂધ અથવા મિલ્કશેક લેતા હતા, પરંતુ ચર્ચામાં જણાવાતી માત્રા જેટલું દૂધ તેઓ ક્યારેય પીતા નહોતા.

10 / 11
ગોલકીપરથી બન્યા વિશ્વના શ્રેષ્ઠ વિકેટકીપર: બાળપણમાં ધોનીને ક્રિકેટ કરતાં ફૂટબોલ અને બેડમિન્ટન રમવાનું વધુ ગમતું હતું. તેઓ પોતાની શાળાની ફૂટબોલ ટીમમાં ગોલકીપર તરીકે રમતા હતા. એક દિવસ તેમના રમતગમતના શિક્ષકે તેમની ઝડપી પ્રતિક્રિયા અને બોલ પકડવાની કુશળતા જોઈ તેમને ક્રિકેટમાં વિકેટકીપિંગ અજમાવવાની સલાહ આપી. આ નિર્ણયએ ભારતીય ક્રિકેટને વિશ્વના સૌથી સફળ વિકેટકીપર-કેપ્ટનોમાંના એક આપ્યા.

11 / 11
બાઇક્સનો અનોખો શોખ: ધોનીને લક્ઝરી કાર કરતાં બાઇક્સનો વધુ શોખ છે. તેમના રાંચી સ્થિત ફાર્મહાઉસમાં બે માળનું વિશાળ ગેરેજ છે, જેમાં 150થી વધુ મોટરસાઇકલ્સનો સંગ્રહ છે. તેમાં આધુનિક સુપરબાઇક્સ ઉપરાંત રાજદૂત અને યામાહા RD350 જેવી ક્લાસિક બાઇક્સ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે ધોની પોતાના ફ્રી સમયમાં બાઇક્સની સફાઈ અને નાની-મોટી મરામત પણ જાતે જ કરવાનું પસંદ કરે છે. (All Image Credit Source: Social Media)

Follow Us