
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ: નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) પણ એક સરસ ફાઇનાન્સિયલ ભેટ હોઈ શકે છે. તમે ફક્ત ₹1000 થી રોકાણ શરૂ કરી શકો છો અને 5 વર્ષમાં તો આ રોકાણ તમને વ્યાજ સહિત પાછું મળશે. જો તમે તમારી માતાના નામે તેમાં પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તેમને સારા વ્યાજ સાથે સારું ફંડ મળશે. કારણ કે, હાલમાં આ યોજના પર વ્યાજ દર 7.7% છે.

SCSS (સિનિયર સિટીઝન સ્કીમ): આ એક ગવર્મેન્ટ યોજના છે. જો મમ્મીની ઉંમર 60 વર્ષની આસપાસ હોય અથવા 60 વર્ષથી વધુની હોય તો SCSS યોજના તેમના માટે એક સરસ ભેટ છે. આ યોજનાનું એકાઉન્ટ તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને સરળતાથી ખોલાવી શકો છો. આ યોજનામાં તમને રેગ્યુલર ગેરંટીડ ઇનકમ અને ટેક્સ બેનિફિટ પણ મળે છે. હવે વિચારો કે, જ્યારે દર ત્રણ મહિને મમ્મીના ખાતામાં પૈસા આવશે ત્યારે તે કેટલી આત્મનિર્ભર લાગશે.

હેલ્થ ઈન્સ્યોરન્સ: તમે 'મધર્સ ડે' પર તમારી મમ્મીને હેલ્થ ઈન્સ્યોરન્સની ભેટ આપી શકો છો. આ એક એવું હેલ્થ ઈન્સ્યોરન્સ છે, જે ખાસ કરીને સિનિયર સિટીઝન્સની જરૂરિયાતોને આવરી લે છે. વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં રાખતા મમ્મી માટે સૌથી મોટી ચિંતા તેના સ્વાસ્થ્યની અને તબીબી ખર્ચની હોય છે. આ પોલિસી તેને મોંઘા હોસ્પિટલ બિલથી બચાવશે. આ કોઈ પોલિસી નથી પણ મમ્મી માટે એક 'સ્વાસ્થ્ય સુરક્ષા કવચ' છે.