
અત્યાર સુધીમાં, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે 12.50 લાખથી વધુ મુસાફરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રામાં આવવા માટે ભક્તોમાં ઘણો ઉત્સાહ છે. વિદેશી પ્રવાસીઓ પણ આમાં પાછળ નથી. કુલ રજિસ્ટ્રેશન સંખ્યામાં, 10 હજારથી વધુ વિદેશી પ્રવાસીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે ચારધામ યાત્રા-2025માં યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે 20 માર્ચથી ઓનલાઇન આધાર અને પાસપોર્ટ આધારિત રજિસ્ટ્રેશન શરુ કર્યું છે. જેથી ભક્તોને તેમની નોંધાયેલ તારીખે દર્શનનો લાભ મળી શકે.

ઉત્તરાખંડ પ્રવાસન પરિષદના સંયુક્ત નિયામક અને ચારધામ યાત્રાના નોડલ અધિકારી યોગેન્દ્ર ગંગવારે ભક્તોને રજિસ્ટ્રેશન વગર ચારધામ યાત્રામાં ભાગ ન લેવા અપીલ કરી છે.