
આ યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર તમને આવકવેરાની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટ મળે છે. જોકે, મળતું વ્યાજ કરપાત્ર હોય છે. સ્કીમની મુદત 5 વર્ષ છે, અને જરૂર પડે તો તેને વધારીને વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. એટલે કે, લાંબા સમય માટે સ્થિર અને સુરક્ષિત આવક માટે આ યોજના શ્રેષ્ઠ પસંદગી સાબિત થઈ શકે છે.

જો તમે અથવા તમારા માતા-પિતા નિવૃત્તિ માટે સલામત અને નક્કર આવકની યોજના શોધી રહ્યા હોય, તો પોસ્ટ ઓફિસની આ યોજના ચોક્કસપણે વિચારવાપાત્ર છે. વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો.