હવે રશિયન લોકો ભારત ફરવા આવશે, E-Visa અને Group Tourist Visa ની થશે શરૂઆત!
પીએમ મોદીએ 23મા ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ભારત-રશિયાની મિત્રતા દરેક પડકારમાં મજબૂત રહી છે. બંને દેશો યુરેશિયન આર્થિક સંઘ સાથે FTA માટે પ્રયાસશીલ છે અને રશિયન નાગરિકો માટે મફત E-ટૂરિસ્ટ વિઝા શરૂ કરાશે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું, "મને આનંદ છે કે અમે ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે મફત 30-દિવસના ઈ-ટૂરિસ્ટ વિઝા અને 30-દિવસના ગ્રુપ ટુરિસ્ટ વિઝા શરૂ કરીશું.
5 / 5
PM મોદી એ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં, આપણી મિત્રતા આપણને વૈશ્વિક પડકારોનો સામનો કરવાની શક્તિ આપશે. આ વિશ્વાસ આપણા સહિયારા ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવશે."