
મેટ્રો ફેઝ 2 માં ગાંધીનગર સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ, હવે સચિવાલય સુધી દોડાવવા માટે તૈયાર છે.

આગામી થોડાક દિવસોમાં મેટ્રો રેલ ફેઝ 2 સચિવાલય સુધી દોડતી જોવા મળશે

હાલમાં ગાંધીનગરના સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ, સચિવાલય સુધી નિયમિતપણે દોડાવવા માટે, ટ્રાયલ લેવાઈ રહી છે.

ગાંધીનગર સેકટર એકથી લઈને સચિવાલય સુધીમાં કુલ બે મેટ્રો સ્ટેશન આવે છે. જેમાં એક છે સેકટર 10 અને બીજુ છે સચિવાલય.

અમદાવાદ મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો રેલ, અમદાવાદના સાબરમતી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના વિસ્તારને આવરી લેશે.