
મા કાલી માત્ર પૂજનીય દેવી નથી, પણ તે અસત્ય, દુઃખ અને ભય સામે ઊભી રહેનાર શક્તિનું પ્રતિક છે. જ્યારે બાળક નિયમિત રીતે “ૐ શ્રી મહાકાલિકાયે નમઃ” મંત્રનો ઉચ્ચાર કરે છે, ત્યારે તે પોતાના અંદર એ માનસિક સંદેશ સ્થાપે છે કે એક અદૃશ્ય શક્તિ તેનું રક્ષણ કરી રહી છે.આ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ તેને અંદરથી મજબૂત બનાવે છે અને ભયને દૂર કરવામાં મદદરૂપ બને છે.જ્યારે બાળકને એકલા સુતાં ડર લાગે છે, ત્યારે તેને સૂતાં પહેલા ત્રણ વાર આ મંત્ર બોલવા પ્રોત્સાહિત કરો.આ સરળ અભ્યાસ તેના મનને શાંતિ, સુરક્ષા અને સાહસની અનુભૂતિ કરાવશે. ( Credits: Getty Images )

ભગવાન શિવને સમર્પિત મહામૃત્યુંજય મંત્ર નેગેટિવ વિચારો, ભય અને અજાણ્યા સંકટોથી છૂટકારો આપવા માટે અતિશય અસરકારક માનવામાં આવે છે.આ મંત્ર માત્ર મરણના ભયથી મુક્તિ આપે એટલું જ નહીં, પણ જે અજાણી ચિંતા કે આંતરિક ગભરાટ હોય, તેને પણ શાંત કરે છે.બાળકોને આ મંત્રની પંક્તિઓ યાદ કરાવતી વખતે, તેનો સાચું અર્થ પણ સમજાવવો ખૂબ મહત્વપૂર્ણ છે. આ નિયમિત અભ્યાસ તેમને અંદરથી શાંત, આત્મવિશ્વાસભર્યું અને માનસિક રીતે મજબૂત બનાવવામાં સહાયક બને છે. ( Credits: Getty Images )

ભગવાન વિષ્ણુને સમર્પિત “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર બાળકોમાં એવી લાગણી જગાવે છે કે દરેક ઘટના પાછળ કોઈ ન કોઈ હેતુ છુપાયેલો હોય છે. જ્યારે બાળક વિચલિત કે ચિંતિત લાગે, ત્યારે તેને આ મંત્ર થોડીવાર સુધી બોલવા જણાવો.આ અભ્યાસ તેના મનને શાંત કરવાનો અને પરિસ્થિતિઓને સમજવા માટે યોગ્ય દૃષ્ટિકોણ વિકસિત કરવાનો માર્ગ બની શકે છે. ( Credits: Getty Images )

ભય કે મુશ્કેલીના સમયે હનુમાનજીને યાદ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધી શકે છે. હનુમાનજીની વાર્તાઓ જેમ કે લંકા દહન, સંજીવની લાણા - આ વાર્તાઓ બાળકોને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, વ્યક્તિએ હાર ન માનવી જોઈએ. આ વાર્તાઓ બાળકોને પણ કહો.જ્યારે બાળકો ભયભીત થાય અથવા કોઈ મુશ્કેલીનો સામનો કરે, ત્યારે હનુમાનજીનું સ્મરણ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે ( Credits: Getty Images ).

દરેક બાળક મંત્રને સંપૂર્ણ રીતે યાદ ન કરી શકે, તેવા સમયે તેમને રોજ એક સરળ અને પ્રેરણાદાયક વાક્ય બોલવા માટે કહો: "હું ભયમુક્ત છું અને મારો આત્મવિશ્વાસ મજબૂત છે. હું કોઇ પણ કાર્ય સફળતાપૂર્વક કરી શકું છું."સવારના ઉઠવાના સમયે કે રાત્રે સૂતા પહેલા આ વાક્યનું વારંવાર પુનરાવર્તન કરવાથી તેમના અંદર આત્મવિશ્વાસ વધશે. આ રીતે, જ્યારે પણ તેઓ કોઈ મુશ્કેલીનો સામનો કરશે, ત્યારે તેઓ પોતાને મજબૂત અને નિર્ભય અનુભવશે. ( Credits: Getty Images )

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )