ભારતીય ખેલાડીની શરમજનક કરતૂત! શુભમન ગિલ સાથે રમી ચૂકેલા મનજોત કાલરાની શ્રીલંકામાં લાંચ કેસમાં ધરપકડ

શ્રીલંકાના સ્પોર્ટ્સ એન્ટી-કરપ્શન યુનિટે એક ભારતીય ક્રિકેટરની ધરપકડ કરી છે. આ કેસ લંકા પ્રીમિયર લીગ (LPL) સાથે સંબંધિત છે. જ્યાં ભૂતપૂર્વ ભારતીય અંડર-19 ક્રિકેટર મનજોત કાલરા જાફના કિંગ્સ ફ્રેન્ચાઇઝનો સહ-માલિક છે. તેના પર એક ખેલાડીને લાંચ આપવાનો આરોપ છે.

| Updated on: Jul 18, 2026 | 8:32 AM
1 / 6
લંકા પ્રીમિયર લીગની આગામી સીઝન શરૂ થાય તે પહેલાં જ કાલરાની ધરપકડ કરવામાં આવી હતી. (Image Source | X)

2 / 6
2026 સીઝન ગઈકાલે, 17 જુલાઈથી શરૂ થઈ છે. રમતગમત સંબંધિત ગુનાઓને રોકવા માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. ટીમે મનજોતને ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યો. (Image Source | X)

3 / 6
શ્રીલંકન પોલીસના જણાવ્યા અનુસાર, 27 વર્ષીય મનજોતે લંકા પ્રીમિયર લીગ સીઝન શરૂ થવાના લગભગ 10 દિવસ પહેલા એક ખેલાડીને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. સંબંધિત ખેલાડીએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. (Image Source | X)

4 / 6
જેના કારણે તપાસ શરૂ થઈ અને શુક્રવારે (17 જુલાઈ) ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની ધરપકડ કરવામાં આવી. (Image Source | X)

5 / 6
પોલીસે જણાવ્યું હતું કે લંકા પ્રીમિયર લીગમાં જાફના કિંગ્સ ટીમનો ભાગ રહેલા ભાનુકા રાજપક્ષે, આવિષ્કા ફર્નાન્ડો અને દુનિથ વેલ્લાલાગે આ અંગે ફરિયાદ નોંધાવી છે. (Image Source | X)

6 / 6
મનજોત કાલરાએ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ માટે સદી મારી હતી. તેણે 2018ના અંડર-19 (Under-19) વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 101 નોટઆઉટ રન બનાવ્યા હતા. આ એ જ વર્લ્ડ કપ હતો જેમાં શુભમન ગિલ અને પૃથ્વી શોએ પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. (Image Source | X)

Follow Us