
પુરુષોએ આ સાથે બધી જાતના લીલા શાકભાજી ખાવા જોઈએ. સાથે બધી જાતના ફળ ખાવા જોઈએ ખાસ કરીને ખાટા ફાળો ફર્ટિલિટી માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

પુરુષ અને મહિલા કે જે પ્રેગ્નેન્સી પ્લાન કરે છે તેમણે અઠવાડિયામાં એક વાર અડદની દાળ અને ભીંડાનું શાક ખાવું જોઈએ.

ડૉક્ટર દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે બને તેટલું પાણી પીવું જોઈએ. પાણીના પ્રમાણની વાત કરવામાં આવે તો દિવસમાં પુરુષે 18 થી 20 ગ્લાસ પાણી પીવું જોઈએ. બહારના ઠંડા પીણાં, ફાસ્ટફૂડ ટોટલી અવોઈડ કરવું જોઈએ.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.
Published On - 6:34 pm, Wed, 30 October 24