Gujarati News Photo gallery Making bad roads should be non bailable offence Nitin Gadkari said those responsible should be sent to jail
નીતિન ગડકરીએ કેમ કહ્યું- ખરાબ રસ્તા બનાવનારાને જેલમાં પુરવા જોઈએ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં વર્ષ 2023માં પાંચ લાખ માર્ગ અકસ્માત થયા હતા. જેમાં 1,72,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગડકરીએ કહ્યું કે નબળા, ખરાબ રોડ બનાવવા એ બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ.
1 / 5
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, ગુરુવારે જણાવ્યું હતું કે નબળા અને ખરાબ રસ્તા બાંધકામને બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે અકસ્માતો માટે રોડ કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને જવાબદાર ઠેરવવા જોઈએ. આ માટે તેમને જેલમાં ધકેલવા જોઈએ.
2 / 5
બીજેપીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ, રોડ સેફ્ટી પર કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ની નેશનલ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, ભારત વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં પ્રથમ ક્રમે છે. તેમણે માર્ગ અકસ્માતની વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે, ખામીયુક્ત રોડ બાંધકામને બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ. અકસ્માત માટે રોડ કોન્ટ્રાક્ટરો, કન્સેશનર અને એન્જિનિયરોને જવાબદાર ઠેરવીને જેલમાં મોકલવા જોઈએ.'
3 / 5
મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ 2023માં દેશમાં પાંચ લાખ માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 1,72,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું, 'આમાંથી 66.4 ટકા એટલે કે 1,14,000 લોકો 18-45 વર્ષની વય જૂથના હતા. જ્યારે 10,000 થી વધુ જીવ ગુમાવનારાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
4 / 5
નીતિન ગડકરીએ કહ્યું કે આ સિવાય સીટ બેલ્ટ ના બાંધવાને કારણે 30,000 લોકોના મોત થયા હતા. તે જ સમયે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 2030 સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુને ઘટાડીને અડધા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
5 / 5
ગડકરીએ એમ પણ કહ્યું હતું કે હાઈવે મંત્રાલય હાઈવે પરના બ્લેક સ્પોટ (એક્સીડેન્ટ-પ્રોન સ્પોટ)ને ઠીક કરવા માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો કોઈ રોડ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જશે તો તેને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
Published On - 3:11 pm, Fri, 17 January 25