Kaju Katli Recipe : આ દિવાળી પર ઘરે જ બનાવો સ્વાદિષ્ટ કાજુ કતરી, જુઓ તસવીરો
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે કાજુ કતરી ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.
1 / 7
મોટાભાગના લોકોને કાજુ કતરી ખૂબ જ પસંદ હોય છે. આ મોંઘી દાટ કાજુ કતરી ઘરે બનાવવા માટે કાજુ, ખાંડ, એલચીનો પાઉડર, પાણી અને ઘી સહિતની સામગ્રી જરુર પડશે.
2 / 7
સૌથી પહેલા કાજુને પીસી લો. ધ્યાન રાખો કે પાવડર વધારે ઝીણો ન થાય નહીંતર પાવડરમાં ચીકાસ થઈ જશે.
3 / 7
હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર ખાંડ અને પાણીને ઉકાળો. જ્યાં ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સતત ચમચાથી હલાવતા રહો.
4 / 7
ચાસણી બનાવતા ધ્યાન રાખો કે ચાસણી વધારે કડક ન થઈ જાય. હવે ગેસની આંચ ધીમી કરી તેમાં કાજુનો પાવડર અને ઈલાયચીનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દો.
5 / 7
હવે જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો નહીંતર મિશ્રણમાં ગઠ્ઠા પડવાની શક્યતામાં વધારો થશે. ગેસ બંધ કરી મિશ્રણને 3-4 મીનીટ ઠંડુ થવા દો.
6 / 7
મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેને વેલણની મદદથી વણી લો. જો મિશ્રણ સૂકું થઈ જાય તો દૂધના થોડા ટીપા નાખીને વણી શકો છો.
7 / 7
હવે કાજુ કતરીને યોગ્ય આકારમાં કાપીને સર્વ કરી શકો. આ સાથે જ તમે દિવાળી પર ગિફ્ટ આપી શકો છો. (Pic - GettyImages, unsplash)