Disha Thakar |
Oct 15, 2024 | 2:17 PM
કલાકંદ એકદમ સરળતાથી ઘરે બનાવી શકાય છે. આજે આપણે જાણીશું કે થોડાક જ સમયમાં કેવી રીતે કલાકંદ બનાવી શકાય છે. કલાકંદ બનાવવા માટે ફ્રેશ પનીર, ખાંડ, દૂધ, ઈલાયચી પાવડર, બદામની કતરી, ઘી તેમજ કેસર સહિતની સામગ્રીની જરુર પડશે.
સૌથી પહેલા એક પેનમાં દૂધ લો. તેમાં જરુરિયા અનુસાર ખાંડ ઉમેરી સતત હલાવતા રહો. ધ્યાન રાખો કે પેનમાં દૂધ ચોંટી ન જાય.
દૂધ અડધુ થઈ જાય ત્યારે તેમાં ઘી ઉમેરો બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પનીર અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી હલાવો. તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.
ત્યારબાદ આ મિશ્રણમાં એક ચપટી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. કલાકંદમાં મીઠું નાખવાથી તે સ્વાદને સંતુલન કરે છે. ધ્યાન રાખો કે મિશ્રણમાં મીઠું વધારે ન પડી જાય.
જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં પાથરી દો. તેના પર બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી દો. આ મીઠાઈ તમે દિવાળી પર કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો. ( All Image - Getty Image )