Gujiya – Ghughara Recipe – દિવાળી પર બનાવો શાનદાર ગળ્યા ઘુઘરા, મહેમાન એક વાર ખાશે તો હજાર વાર યાદ કરશે, જુઓ તસવીરો

|

Oct 22, 2024 | 2:42 PM

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે ગળ્યા ઘુઘરા ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

1 / 5
દિવાળી પર ગળ્યા ઘુઘરા બનાવવા માટે મેંદો, તેલ, ખાંડ, ખમણેલું નારિયેળ, ડ્રાયફ્રુટ, ઈલાયચી પાઉડર સહિતની સામગ્રીની જરુરત પડશે. સૌથી પહેલા એક કડાઈમાં સાકર અને ખમણેલું નાળિયેર મિક્સ કરો.

2 / 5
હવે મિક્સ કરેલા મિશ્રણને ધીમી આંચ પર થવા દો. જ્યાં સુધી સાકર ઓગળે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં કેસર, ઈલાયચી, જાયફળ સહિતની વસ્તુઓ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારે બાદ ગેસને બંધ કરો.

3 / 5
એક બાઉલમાં મેંદો, ઘી અને મીઠું લઈને બરાબર મિક્સ કરી લો. હવે પાણીથી મુલાયમ લોટ બાંધી લો. થોડા સમય માટે લોટને રેસ્ટ કરવા મુકો.

4 / 5
હવે લોટના નાના નાના ગોળા બનાવી લો. ત્યારબાદ પૂરી વણી તેની વચ્ચે તૈયાર કરેલા મિશ્રણનું સ્ટફિંગ મૂકી બંને સાઈડ ચોંટાડી કિનારીઓ હાથ વડે અથવા તો મશીન દ્વારા વાળી લો.

5 / 5
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ગરમ તેલમાં ધીમા તાપે ઘુઘરાનો રંગ બદામી થાય ત્યાં સુધી તળી લો. ત્યારે તેને ઠંડા થાય એટલે સર્વ કરી શકો છો. આ સાથે જ તમે ઈચ્છો તો તેને ચાસણીમાં ડીપ કરીને પણ સર્વ કરી શકો છો. ( All Image -  Unsplash and Getty Images )

Next Photo Gallery