
તેઓ આ વખતે અલગ-અલગ થીમ ઉપર શિવજીનું ચિત્ર પણ ઘીમાં બનાવ્યું છે. ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને ઠંડુ થયા બાદ તેના ઉપર પેન્ટિંગ કરવામાં આવે છે.

પેન્ટિંગ કરતી વખતે માત્ર ઓઈલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આના પર પેન્ટિંગ માત્ર રાત્રીના સમયે જ કરવામાં આવે છે કારણકે, દિવસ દરમિયાન ગરમી હોવાના કારણે ઘી પીગળી જતો હોય છે.

જેથી ઘી ઉપર પેન્ટિંગ કરતા ઘણી કાળજી રાખવામાં આવે છે શુદ્ધ ઘીમાં બનેલી આ પેન્ટિંગ ઘણી મનમોહક લાગે છે. નાની પેન્ટિંગ બનાવવામાં બે કિલો ઘી અને ત્રણ થી પાંચ કલાકનો સમય લાગે છે અને મોટી પેઇન્ટિંગ બનાવવામાં 10 થી 15 કિલો ઘી અને ચાર થી પાંચ દિવસમાં બનાવવામાં આવે છે.

જોકે આ જરીવાલા પરિવારની છેલ્લા 35 વર્ષથી અનોખી શિવ ભક્તિ છે જેવું મન તેવા આકાર સાથે શિવ ભક્તિ થઈ રહી છે.
Published On - 9:20 pm, Tue, 25 February 25