
મહાકાલ મંદિરના તળિયે (ભૂગર્ભમાં) જ્યોતિર્લિંગ બિરાજમાન છે, જે દક્ષિણમુખી છે, હિંદુ ધર્મમાં આ દિશા સ્મશાન સાથે સંકળાયેલી હોય છે, અને તે શિવના ભયંકર રૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ્યોતિર્લિંગ હંમેશાં જીવંત અને ઉર્જાવાન માનવામાં આવે છે. મહાકાલ મંદિરમાં દરરોજ સવારે ભસ્મ આરતી થાય છે, જે સમગ્ર ભારતમાં એકમાત્ર શિવ મંદિર છે જ્યાં સ્મશાનની રાખથી આરતી થાય છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એક પવિત્ર હિન્દુ મંદિર છે, જે ભગવાન શિવને અર્પિત છે અને તેને શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી એક તરીકે માનવામાં આવે છે. આ મંદિર ભારતના મધ્ય પ્રદેશમાં આવેલા ઉજ્જૈન નામના પૌરાણિક શહેરમાં વસેલું છે અને શિપ્રા નદીના તટે સ્થિત છે. અહીં ભગવાન શિવ લિંગમ સ્વરૂપે સ્વયંભૂ રૂપે પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. જ્યાં દર 12 વર્ષે યોજાતો કુંભ મેળો (સિંહસ્થ) વિશ્વવિખ્યાત છે. (Credits: - Wikipedia)

ઈ.સ. 1234–35 દરમિયાન ઈલ્તુત્મિશના આક્રમણ વખતે ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરને ગંભીર રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલા દરમિયાન જ્યોતિર્લિંગને નષ્ટ કરવામાં આવ્યું હતું અને એવી માન્યતા છે કે લિંગમને ધરી રાખતી જલધારી ચોરી કરીને મંદિર નજીકના કોટીતીર્થ કુંડમાં ફેંકી દેવામાં આવી હતી. (Credits: - Wikipedia)

ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરનું પુનર્નિર્માણ મરાઠા દિવાન રામચંદ્ર બાબા સુકથંકરે કરાવ્યો હતો અને મંદિરને ફરીથી જીવંત બનાવાયું હતું તે પછીના સમયમાં જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજીના સમયમાં મંદિર પર ફરીથી આક્રમણ કરવામાં આવ્યું હતું. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)