ના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ના તો દફનાવવામાં આવે છે, તો જાણો અઘોરી બાબાની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે, શું હોય છે 40 દિવસની ક્રિયા ?
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં દેશ - વિદેશથી લાખો કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્નાન કરવા અને કલ્પવાસ કરવામાં માટે આવ્યા છે. પરંતુ મહાકુંભમાં અઘોરી બાબાએ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે તેમના મૃત્યુ બાદ તેમની અંતિમ વીધી કેવી રીતે થાય તેને લઈને દરેકના મનમાં પ્રશ્નો ઉભા થાય છે. તે અંગે જાણીશું.
1 / 5
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે મહાકુંભનો બીજો દિવસ છે. આજે વહેલી સવારથી જ ભક્તો સ્નાન માટે ઘાટ પર પહોંચી જાય છે. 45 દિવસના આ મેળામાં નાગા સાધુઓ, અધોરી બાબા સહિતના સાધુઓ આવ્યા છે. મહાકુંભમાં અઘોરી બાબા અને નાગા સાધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે.
2 / 5
અઘોરી બાબા વિશે દરેકના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે. શું અઘોરી બાબા માણસનું માસ ખાય છે ? અઘોરીઓ હંમેશા માનવ ખોપરી કેમ પોતાની સાથે રાખે છે અને અઘોરીઓના અંતિમ સંસ્કાર કોણ કરે છે અને તે કેવી રીતે કરવામાં આવે છે. તે વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.
3 / 5
અઘોરી વિશે એવુ કહેવામાં આવે છે કે તે ધર્મની રક્ષા માટે સૌથી આગળ ઊભા જોવા મળે છે. એવુ કહેવામાં આવે છે કે જ્યારે અઘોરી સાધુનું મૃત્યુ થાય છે, ત્યારે તેમના શરીરના અગ્નિ સંસ્કાર કે દફનાવવામાં આવતું નથી. અઘોરીના મૃત્યુ બાદ તેમને પદ્માસનમાં બેસાડી સમાધી આપવામાં આવે છે જેમાં માથું નીચે અને પગ ઉપર એમ રાખવામાં આવે છે. આ મૃતદેહને સવા મહિના સુધી રાખવામાં આવે છે. જેથી મૃતદેહમાં કીડા પડી જાય છે અને તે સડી જાય છે.
4 / 5
સવા મહિના પછી મૃતદેહને બહાર કાઢી માથા સિવાય બાકીના શરીરને ગંગામાં ડૂબાડી દેવામાં આવે છે. આમ કરવા પાછળની માન્યતા છે કે અઘોરીના પાપ ગંગામાં ધોવાઈ જોય છે. અઘોરીની ખોપરીની 40 દિવસ સુધી ક્રિયા કરવામાં આવે છે. 40 દિવસની વિધી પછી ખોપરીમાં દારુ નાખવામાં આવે છે. ત્યારે ખોપરી ઉછળવા લાગે છે. જેથી તેને સાંકળોથી બાંધી રાખવી પડે છે.
5 / 5
અઘોરીની ખોપરીમાં દારુ નાખતાની સાથે જ ઉછળવા લાગે છે. તેમજ તે અઘોરીએ કરેલી તમામ તંત્ર સાધના અને તંત્ર ક્રિયા અંગે બોલવા લાગે છે. ત્યારબાદ તે જ ખોપરી સામેથી દારુ પણ માગે છે. ( આ તમામ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતી અંગે Tv9 ગુજરાતી પુષ્ટી કરતું નથી. )