
ચોર અને શત્રુઓથી બચવા માટે વ્યક્તિએ કૂતરાને ખવડાવવું જોઈએ. જણાવી દઈએ કે, કૂતરો કાલ ભૈરવનું વાહન પણ છે. આ સિવાય ગાયને ખવડાવવાથી માનસિક શાંતિ અને ધન પ્રાપ્ત થાય છે.

વાંદરાઓને કેળા ખવડાવવાથી બધા દુ:ખ અને પાપનો અંત આવે છે અને હાથીને ખવડાવવાથી જીવનમાં આવતા અવરોધો તેમજ સમસ્યાઓથી છુટકારો મળે છે.

જે લોકો દેવામાં ડૂબેલા છે અથવા આર્થિક મુશ્કેલીમાં છે, તેઓએ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ. આનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે અને સાથે સાથે નાણાકીય લાભ પણ જોવા મળે છે.

માછલીઓને અનાજ અને લોટ ખવડાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે. આ સાથે જ પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા રહે છે. પક્ષીઓને અનાજ ખવડાવવાથી માત્ર વ્યવસાય અને નોકરીમાં લાભ જ નથી મળતો પરંતુ જીવનની બધી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. વધુમાં મન શાંત રહે છે, ગ્રહોની મુશ્કેલીઓ દૂર થાય છે અને બગડેલા કામ પૂર્ણ થાય છે. આ સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહે છે.