જોખમ સાવ ઓછું અને રિટર્ન સૌથી વધુ ! માર્કેટ ગમે તેટલું તૂટે તો પણ કોઈ ચિંતા નહીં, આંખ બંધ કરીને આ સ્કીમમાં પૈસા રોકી શકાય

આ વર્ષે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ અને ચિંતાનો માહોલ છે. એવામાં મ્યુચ્યુઅલ ફંડની એક એવી ખાસ કેટેગરી છે કે, જેણે મુશ્કેલ સમયમાં પણ રોકાણકારોનો અતૂટ ભરોસો જીતી રાખ્યો છે. બીજું કે, છેલ્લા 9 મહિનાથી આ સેગમેન્ટમાં સૌથી વધુ નવું રોકાણ આવી રહ્યું છે.

| Updated on: Jun 01, 2026 | 6:29 PM
1 / 10
આ વર્ષે શેરબજારમાં ચિંતાનો માહોલ (ટેન્શન) જોવા મળી રહ્યો છે પરંતુ એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી એવી છે કે, જે સતત રોકાણકારોનો ભરોસો જીતી રહી છે. વાત એમ છે કે, ફ્લેક્સી કેપ ફંડ (Flexi Cap Fund) માં રોકાણકારો વધારે રસ દાખવી રહ્યા છે. આ ઇક્વિટી ફંડ કેટેગરીમાં છેલ્લા 9 મહિનાથી સૌથી વધુ ઇનફ્લો (નવું રોકાણ) જોવા મળી રહ્યો છે. આનો અર્થ એ છે કે, રોકાણકારો અનિશ્ચિતતા વચ્ચે ફ્લેક્સી કેપ ફંડ સ્કીમ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.

2 / 10
ફ્લેક્સી કેપ ફંડને લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં જરૂરિયાત મુજબ રોકાણ કરવાની આઝાદી હોય છે. માર્કેટના માહોલ પ્રમાણે ફંડ મેનેજર આ બધી કેટેગરીમાં રોકાણ ઘટાડી કે વધારી શકે છે, જેનાથી બજારનું જોખમ ઓછું થઈ જાય છે. બીજું કે, આનું રિટર્ન પણ મજબૂત રહ્યું છે. કેટલાક એવા ફંડ છે કે, જે 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષના દરેક માર્કેટ ફેઝમાં વાર્ષિક 15 થી 21 ટકાના હિસાબે રિટર્ન આપી રહ્યા છે. આવામાં જૂન 2026 માં રોકાણનું પ્લાનિંગ કરી રહેલા રોકાણકારો માટે આ 5 ફ્લેક્સી કેપ ફંડ ખાસ સાબિત થઈ શકે છે.

3 / 10
છેલ્લા 10 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ પરફોર્મર્સ) ફ્લેક્સી કેપ ફંડ્સની વાત કરીએ તો, ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડે (Quant Flexi Cap Fund) 20.97% નું સૌથી શાનદાર રિટર્ન આપ્યું છે, જ્યારે પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ (Parag Parikh Flexi Cap Fund) 17.84% રિટર્ન સાથે બીજા ક્રમે રહ્યું છે. આ યાદીમાં જેએમ ફ્લેક્સિકેપ ફંડ (JM Flexicap Fund) 17.46% અને એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (HDFC Flexi Cap Fund) 16.60% રિટર્ન સાથે રોકાણકારો માટે મજબૂત વિકલ્પ સાબિત થયા છે, જ્યારે એડલવાઇસ ફ્લેક્સી કેપ ફંડે (Edelweiss Flexi Cap Fund) પણ 16.22% નું સારું એવું વાર્ષિક રિટર્ન આપ્યું છે.

4 / 10
છેલ્લા 5 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ પરફોર્મર્સ) ફ્લેક્સી કેપ ફંડ્સ પર નજર કરીએ તો, ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડે (Quant Flexi Cap Fund) 18.32% નું શાનદાર વાર્ષિક રિટર્ન આપ્યું છે, જ્યારે એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (HDFC Flexi Cap Fund) 18.01% રિટર્ન સાથે બીજા ક્રમે રહ્યું છે. આ યાદીમાં જેએમ ફ્લેક્સિકેપ ફંડ (JM Flexicap Fund) 17.64% રિટર્ન આપીને રોકાણકારો માટે મજબૂત વિકલ્પ સાબિત થયો છે, જ્યારે પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડે (Parag Parikh Flexi Cap Fund) 15.46% અને એડલવાઇસ ફ્લેક્સી કેપ ફંડે (Edelweiss Flexi Cap Fund) 15.39% નું દમદાર વાર્ષિક રિટર્ન આપ્યું છે.

5 / 10
છેલ્લા 3 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ પરફોર્મર્સ) ફ્લેક્સી કેપ ફંડ્સ પર નજર કરીએ તો, ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડે (Quant Flexi Cap Fund) 20.82% નું શાનદાર વાર્ષિક રિટર્ન આપ્યું છે. આ યાદીમાં જેએમ ફ્લેક્સિકેપ ફંડ (JM Flexicap Fund) 18.43% અને એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (HDFC Flexi Cap Fund) 18.27% રિટર્ન સાથે મજબૂત રોકાણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. આ સિવાય, એડલવાઇસ ફ્લેક્સી કેપ ફંડે (Edelweiss Flexi Cap Fund) 17.16% નું આકર્ષક રિટર્ન આપ્યું છે, જ્યારે પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ (Parag Parikh Flexi Cap) પણ 16% નું મજબૂત વાર્ષિક રિટર્ન આપવામાં સફળ રહ્યું છે.

6 / 10
ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડ (Quant Flexi Cap Fund) નો ડાયરેક્ટ પ્લાન 1 જાન્યુઆરી 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી આનું લમ્પ સમ રિટર્ન વાર્ષિક 18.87% રહ્યું છે. વધુમાં, લોન્ચ થયા પછીથી એસઆઈપી (SIP) રિટર્ન વાર્ષિક 20.95% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ (AUM) 6,594 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો 0.67% છે. લેટેસ્ટ NAV 120.7796 રૂપિયા છે. નોંધનીય છે કે, આને વેલ્યુ રિસર્ચ (Value Research) પર 2 સ્ટાર રેટિંગ મળેલું છે.

7 / 10
પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ (Parag Parikh Flexi Cap Fund) ને વેલ્યુ રિસર્ચ પર 5 સ્ટાર રેટિંગ મળેલું છે. આનો ડાયરેક્ટ પ્લાન 24 મે 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી લમ્પ સમ રિટર્ન વાર્ષિક 18.39% રહ્યું છે. આ ગાળા દરમિયાન SIP રિટર્ન વાર્ષિક 17.69% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ 1,40,949 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો 0.62% છે. વધુમાં જોઈએ તો, લેટેસ્ટ NAV 90.0589 રૂપિયા છે.

8 / 10
જેએમ ફ્લેક્સિકેપ ફંડ (JM Flexicap Fund) ને વેલ્યુ રિસર્ચ પર 4 સ્ટાર રેટિંગ મળેલું છે. આનો ડાયરેક્ટ પ્લાન 1 જાન્યુઆરી 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી લમ્પ સમ રિટર્ન વાર્ષિક 16.53% રહ્યું છે. આ ગાળા દરમિયાન SIP રિટર્ન વાર્ષિક 17.01% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ 5,041 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો 0.65% છે. આની લેટેસ્ટ NAV 107.9469 રૂપિયા છે.

9 / 10
એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (HDFC Flexi Cap Fund) ને વેલ્યુ રિસર્ચ પર 5 સ્ટાર રેટિંગ મળેલું છે. આનો ડાયરેક્ટ પ્લાન 1 જાન્યુઆરી 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી લમ્પ સમ રિટર્ન વાર્ષિક 15.83% રહ્યું છે. આ ગાળા દરમિયાન SIP રિટર્ન વાર્ષિક 16.53% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ 1,00,479 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો0.68% છે. આ ફંડની લેટેસ્ટ NAV 2,132.0880 રૂપિયા છે.

10 / 10
એડલવાઇસ ફ્લેક્સી કેપ ફંડ (Edelweiss Flexi Cap Fund) ને વેલ્યુ રિસર્ચ પર 4 સ્ટાર રેટિંગ મળેલું છે. આનો ડાયરેક્ટ પ્લાન 3 ફેબ્રુઆરી 2013 ના રોજ લોન્ચ થયો હતો અને લોન્ચ થયા પછીથી લમ્પ સમ રિટર્ન વાર્ષિક 15% રહ્યું છે. આ ગાળા દરમિયાન SIP રિટર્ન વાર્ષિક 15.77% રહ્યું છે. 30 એપ્રિલ 2026 સુધી આની કુલ એસેટ્સ 3,320 કરોડ રૂપિયા અને એક્સપેન્સ રેશિયો 0.53% છે. આ ફંડની લેટેસ્ટ NAV 44.0430 રૂપિયા છે.

Published On - 6:29 pm, Mon, 1 June 26

Follow Us