
વસુદેવ માનતા હતા કે કૃષ્ણનું જીવન જોખમમાં છે, કૃષ્ણને ગોકુળમાં તેમના પાલક માતાપિતા યશોદા અને નંદ બાવાએ ઉછેર્યા હતા.

કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો તેથી તેમના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઊજવાય છે. ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય 10 અવતારોમાં સૌથી પ્રચલિત બે અવતારો રામ અને કૃષ્ણના છે. કૃષ્ણ અવતાર તેમણે વૈવસ્વત મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં કૃષ્ણના રૂપે દેવકીના પુત્ર રૂપે મથુરાના કારાગૃહમાં લીધો હતો.

ભગવાન કૃષ્ણના પરિવારમાં તેમના માતાપિતા, ભાઈ-બહેનો, પત્નીઓ અને પુત્રોનો સમાવેશ થાય છે. કૃષ્ણ વાસુદેવ અને દેવકીના પુત્ર હતા, અને બલરામ તેમના ભાઈ હતા. તેમને સુભદ્રા નામની એક બહેન પણ હતી.

ભગવાન કૃષ્ણ વિના મહાભારતની વાર્તા અધૂરી છે. ભગવાન કૃષ્ણ મહાભારતના કેન્દ્રમાં છે. એટલા માટે તેઓ મહાભારતના સૌથી મજબૂત પાત્ર તરીકે ઉભરી આવે છે. ભગવાન કૃષ્ણને કેટલી રાણીઓ હતી, આ રાણીઓથી તેમને કેટલા પુત્રો થયા. ચાલો જાણીએ આ બધા પ્રશ્નોના જવાબો.

કૃષ્ણને આઠ મુખ્ય પત્નીઓ હતી, જેને અષ્ટભાર્યા કહેવામાં આવતી હતી, કૃષ્ણને આઠ મુખ્ય પત્નીઓ હતી: રુક્મિણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, ભદ્રા, લક્ષ્મણ અને સત્યા દરેક પત્નીથી 10 બાળકો થયા હતા.

પુરાણો અનુસાર, કૃષ્ણને 1 લાખ 61 હજાર 80 પુત્રો હતા અને 16 હજાર 108 પુત્રીઓ હતી. એટલું જ નહીં, તેમની બધી પત્નીઓએ 10 પુત્રોને જન્મ આપ્યો હતો.આમ, શ્રી કૃષ્ણ ભારતના સૌથી મોટા પરિવારના વડા બન્યા, જેમણે તેમના પારિવારિક જીવનમાં દરેક ધર્મનું યોગ્ય રીતે પાલન કર્યું.

પુરાણોમાં ઉલ્લેખ છે કે ભૂમાસુર નામના રાક્ષસે અમર થવા માટે 16 હજાર કન્યાઓનું બલિદાન આપવાનું નક્કી કર્યું હતું. શ્રી કૃષ્ણએ આ કન્યાઓને કેદમાંથી મુક્ત કરીને ઘરે પાછી મોકલી દીધી.પછી ભગવાન કૃષ્ણ 16 હજાર સ્વરૂપોમાં પ્રગટ થયા અને તેમની સાથે લગ્ન કર્યા.

કૃષ્ણ,ઠાકર,કનૈયો,કાનુડો,ક્હાન,કાનાજી,ગિરિધર,ગોપાલ,યદુનંદન,દેવકીનંદન,નંદલાલ,યશોદાનંદન,હરિ,અચ્યુત,મુરલીધર,મોહન,શ્યામ,ઘનશ્યામ,દ્વારકાધીશ,માધવ,લાલો,યોગેશ્વર,ગોવિંદ,હૃષીકેશ,મુકુંદ,દામોદર,ગોકુલેશ,કેશવ,મધુસૂદન,વાસુદેવ,જનાર્દન,રણછોડરાયજી,માધવ,મુરારિ,જગન્નાથ,પુરુષોત્તમ,મનોહર,નારાયણ,નંદગોપાલ નામથી પણ ઓળખાય છે.

મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ 100 પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યા પણ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ "તથાસ્તુ" કહેતાં ગાંધારીનાં ભાષણનો અંત આવ્યો હતો.

કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે જ તેમનું મૃત્યુ થયું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે.

પૌરાણિક કથાઓ અનુસારએ શિકારી રામાવતાર સમયમાં થઈ ગયેલા સુગ્રીવનો ભાઈ બાલી હતો. તે અવતારમાં રામે બાલીનો વધ છળથી કર્યો હતો આથી બાલીએ વરદાન માગ્યું હતું કે દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય.

ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ દેહ છોડ્યો તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો.

આ તમામ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ અને પુરાણો અનુસાર છે.
Published On - 12:39 pm, Thu, 14 August 25