Loksabha Election : 47 વર્ષીય કોંગ્રસના નેતા અમિત ચાવડા મધ્ય ગુજરાતનો વગદાર ચહેરો, આણંદ બેઠક પર લડશે ચૂંટણી

લોકસભાની તારીખો જાહેર થઇ ગઇ છે. વિવિધ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. અમિત ચાવડાએ આણંદથી ઉમેદવારી કરવા મુદ્દે કહ્યું કે હું કોંગ્રેસનો કાર્યકર છે, સૈનિક છું અને લોકો માટે હું લોકો વચ્ચે જઈશ.

| Updated on: Mar 23, 2024 | 10:05 AM
4 / 7
અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સાંસદ સભ્ય હતા. જ્યારે ઈશ્વર ભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા.

5 / 7
અમિત ચાવડા પ્રથમ વખત 2004માં બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો કારભાર મળ્યો હતો. તેમનો અભ્યાસની વાત કરીએ તો, તેઓ કેમિકલ એન્જિનિયર છે. વર્ષ 1995માં તેમણે કેમિકલ એન્જિનિયર તરીકેની પદવી મેળવી હતી.

6 / 7
અમિત ચાવડાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો સૌથી પહેલા સંગઠન અને બાદમાં ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે આવ્યા. સૌથી પહેલા 2004માં ભરતસિંહ સોલંકી લોકસભામાં જીત્યા ત્યારે બોરસદની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીમાં જીત મેળવીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. બાદમાં 2007માં બોરસદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા. બાદમાં 2012 અને 2017માં આંકલાવ બેઠક પરથી સતત બે ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે.

7 / 7
અમિત ચાવડા એ કોંગ્રેસના જ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. અમિત ચાવડા મધ્ય ગુજરાતમાં પોતાની આગવી ઓળખ અને જનસંપર્ક માટે જાણીતા છે. અમિત ચાવડા અત્યારે મધ્ય ગુજરાતની અંકલાવ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાઇ આવ્યા છે.હવે તેઓ આણંદ બેઠક પર લોકસભા ચૂંટણી લડવાના છે.

Published On - 9:57 am, Sat, 23 March 24