
શેરમાં વધારો થવા પાછળ ઘણા કારણો છે અને તેની અસર કંપનીઓના પરિણામો પર પણ દેખાઈ રહી છે. દારૂ ઉદ્યોગમાં પ્રીમિયમ બ્રાન્ડ્સની માંગ સતત વધી રહી છે અને ગ્રાહકો ઊંચા ભાવ ચૂકવીને ઉત્પાદનો ખરીદી રહ્યા છે, જેના કારણે માર્જિનમાં સુધારો થઈ રહ્યો છે.

લિકર કંપનીઓ પ્રીમિયમ બ્રાન્ડ્સમાં વિસ્તરી રહી છે. નવા લોન્ચને કારણે વેચાણમાં સુધારાની અપેક્ષાઓ પણ વધી છે. ટેક્સના દરોમાં સ્થિરતા અને પેકિંગ માટે જવથી કાચની બોટલો જેવા કાચા માલના ભાવમાં નરમાઈ અને કિંમતોમાં સ્થિરતા આવી છે, જે કંપનીઓને નફો જાળવી રાખવામાં મદદ કરી રહી છે. સારા માર્જિનના અંદાજની અસર કંપનીઓના શેરો પર જોવા મળી રહી છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
Published On - 5:41 pm, Sun, 5 May 24