
સરકારી તિજોરીને કેટલું નુકસાન : વીમા પૉલિસી પર GST નાબૂદ કરવા અથવા ઘટાડવાથી સરકારી તિજોરી પર ચોક્કસપણે અસર થશે. નાણાકીય વર્ષ 2023-24 વિશે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોલિસી પ્રીમિયમ પર લાદવામાં આવેલા GSTથી 16,398 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બંનેનો આમાં 50-50 ટકા હિસ્સો છે. આ વસૂલાત પ્રીમિયમ પર 18 ટકા GST લગાવીને કરવામાં આવી છે.

નીતિન ગડકરીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વીમા પોલિસી પર જીએસટી હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમણે જાહેર મંચને કહ્યું હતું કે, વીમા પોલિસી પર 18 ટકા જીએસટી વસૂલવો યોગ્ય નથી. તેને દૂર કરવા માટે નાણામંત્રી સાથે વાત કરશે. આ પછી વિપક્ષી નેતાઓએ પણ વીમા પર જીએસટી હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે સંસદમાં નાણામંત્રીના નિવેદનથી રાહતની આશા વધુ વધી છે.