બચત પણ અને વીમો પણ : LIC એ લોન્ચ કર્યા 2 નવા દમદાર પ્લાન, મળશે ₹24 લાખ સુધીનું કવરેજ અને ગેરંટીડ ઇનકમ

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પોતાની 70મી વર્ષગાંઠ નિમિત્તે 'LIC બીમા પ્લેટિનમ' અને 'LIC જીવન રક્ષા' નામના બે નવા આકર્ષક પ્લાન લોન્ચ કર્યા છે. બચત સાથે ગેરંટીડ એડિશન, રેગ્યુલર ઇનકમ અને ₹24 લાખ સુધીના પ્યોર રિસ્ક કવરેજ સાથે આ પ્લાન્સ ગ્રાહકોને સુરક્ષા અને રિટર્ન બંને આપશે.

| Updated on: Sep 01, 2026 | 8:40 PM
1 / 5
જો તમે નવી વીમા યોજના લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા કામના છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પોતાની 70મી વર્ષગાંઠના અવસરે બે નવી પોલિસી લોન્ચ કરી છે. જેમાં 'LIC બીમા પ્લેટિનમ' (Plan 770) અને 'LIC જીવન રક્ષા' (Plan 894) સામેલ છે.

2 / 5
LIC બીમા પ્લેટિનમ (LIC Bima Platinum): આ એક નોન-લિંક્ડ ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ્સ પ્લાન છે, જેમાં પોલિસીધારકને બચતની સાથે ગેરંટીડ એડિશનનો લાભ મળે છે: આ લિમિટેડ પ્રીમિયમ પ્લાનમાં પ્રીમિયમ-પેઇંગ ટર્મ દરમિયાન દર વર્ષે ચૂકવેલા દર ₹1000 ના પ્રીમિયમ પર ₹70 નું ગેરંટીડ એડિશન આપવામાં આવે છે. આ પ્લાનની ખાસિયત બૂસ્ટર ઇનકમ બેનિફિટ છે. પોલિસીધારક નિર્ધારિત સમયગાળા સુધી જીવિત રહે તો તેને બેઝિક સમ એશ્યોર્ડના 70% સુધીનો બૂસ્ટર ઇનકમ બેનિફિટ મળી શકે છે. પેઆઉટ સમયગાળા દરમિયાન દર વર્ષે બેઝિક સમ એશ્યોર્ડના 10% નિયમિત આવક (રેગ્યુલર ઇનકમ) તરીકે મળશે. સમ એશ્યોર્ડ: લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ ₹3 લાખ છે, જ્યારે મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી (બોર્ડ મંજૂર અન્ડરરાઇટિંગ મુજબ). પ્રીમિયમ ભરવાની મુદતના વિકલ્પો 7, 10, 12, 15 અને 18 વર્ષ માટે ઉપલબ્ધ છે.

3 / 5
LIC જીવન રક્ષા (LIC Jeevan Raksha):  આ એક નોન-લિંક્ડ પ્યોર રિસ્ક (ટર્મ ઇન્સ્યોરન્સ) પ્લાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પોલિસી દરમિયાન પોલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં પરિવારને આર્થિક સુરક્ષા આપવાનો છે: આ પ્લાનમાં મળવાપાત્ર ડેથ બેનિફિટ અગાઉથી નક્કી અને સંપૂર્ણ ગેરંટીડ હોય છે. વયમર્યાદા: પ્રવેશ માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ છે. મેચ્યોરિટી સમયે લઘુત્તમ ઉંમર 33 વર્ષ અને મહત્તમ ઉંમર 60 વર્ષ છે. સમ એશ્યોર્ડ: લઘુત્તમ વીમા રકમ ₹5 લાખ અને મહત્તમ ₹24 લાખ સુધી ઉપલબ્ધ છે. પ્રીમિયમ ચુકવણી માટે સિંગલ, રેગ્યુલર અને લિમિટેડ પ્રીમિયમના વિકલ્પો ઉપલબ્ધ છે. મહિલાઓ માટે ખાસ રેટ, હાઈ સમ એશ્યોર્ડ રિબેટ અને વધારાની સુરક્ષા માટે રાઇડર્સના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

4 / 5
કંપનીની કામગીરી પર CEO નું નિવેદન: LIC ના CEO અને એમડી આર. દુરઈસ્વામીએ જણાવ્યું કે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને સરળ અને આકર્ષક પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી રહી છે.

5 / 5
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન LIC ની કુલ પ્રીમિયમ આવક વધીને ₹5,35,984 કરોડ અને નફો રેકોર્ડબ્રેક ₹57,419 કરોડ રહ્યો હતો. કંપનીએ 2.50 કરોડ પર્સનલ ક્લેમનું સફળ સેટલમેન્ટ કર્યું હતું, જેમાં ₹2.80 લાખ કરોડના મેચ્યોરિટી ક્લેમ અને ₹24,885 કરોડના ડેથ ક્લેમની ચુકવણી સામેલ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.