કાનુની સવાલ : જો પત્ની ઘરકામ કરવાની ના પાડે તો શું પતિ છૂટાછેડા માગી શકે? બોમ્બે હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો

લગ્ન અને મહિલાઓના અધિકારોને લઈ બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, લગ્ન બરાબરીના ભાગેદારી છે. કોઈ સર્વિસ કોન્ટ્રાક્ટ નથી. કોર્ટે ટિપ્પણી કરી કે, પત્ની કોઈ નોકરાની કહી શકે નહી.

| Updated on: May 28, 2026 | 11:18 AM
1 / 8
 જો કોઈ પત્ની ઘરનું કામ કરવામાં કે જમવાનું બનાવવામાં અસર્મથ છે કે ના પાડે છે. તો આને પતિના પ્રતિ માનસિક ક્રુરતા માની શકાય નહી. તેમજ આના આધારે છુટાછેડા પણ આપી શકાય નહી

2 / 8
જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની બેન્ચે મુંબઈની એક ફેમિલી કોર્ટના વર્ષ 2010ના નિર્ણયને સંપૂર્ણ રીતે પલટી નાંખ્યો હતો. ફેમિલી કોર્ટે ચાર્ટર્ડ એકાઉન્ટ પતિની અરજી પર આના આધાર પર છૂટાછેડાની મંજુરી આપી હતી કે, પત્ની ધરનું કામ કરતી નથી અને જમવાનું બનાવતી નથી. તેમજ માતા-પિતાની વાત માનતી નથી.

3 / 8
હાઈકોર્ટે માત્ર છુટાછેડાની ડિક્રીને રદ કરી પરંતુ પતિને આદેશ આપ્યો કે, અલગ રહેતી પત્નીને દર મહિને 20,000 રુપિયાનું ભરણપોષણ આપે.આ મામલો વર્ષ 2022નો છે. જ્યારે બંન્નેના લગ્ન થયા હતા. લગ્નના થોડા જ મહિના બાદ બંન્ને વચ્ચે અણબનાવ શરુ થયો હતો. પત્ની માવતર જતી રહી. પતિએ 2004માં ક્રુરતાનો આરોપ લગાવતા છુટાછેડાની અરજી દાખલ કરી હતી. પતિનું કહેવું હતુ કે, પત્નીના આ વ્યવ્હાર થી તેને માનસિક તણાવ મળ્યો. જોકે, પત્નીએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેને ઘરે ત્રાસ આપવામાં આવતો હતો અને વાસી ખોરાક ખાવા માટે દબાણ કરવામાં આવતું હતું.

4 / 8
હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, લગ્નની શરુઆતમાં નાના-મોટા ઝગડા થવા સામાન્ય વાત છે. આને કાનુનની ક્રુરતાની શ્રેણીમાં રાખી શકાય નહી. ક્રુરતા સાબિત કરવા માટે ગંભીર દુવ્યવ્હાર કે સતત અપમાન જરુરી છે. જેનાથી સાથે રહેવું અસંભવ છે.

5 / 8
 પતિએ દલીલ કરી હતી કે, તેની પત્ની કલા અને હસ્તકલાના વર્ગો ચલાવે છે, જેનાથી તે આત્મનિર્ભર બને છે. કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે નાની કુશળતા અથવા પ્રસંગોપાત કમાણીને કાયમી આવક ગણી શકાય નહીં.

6 / 8
પતિની નાણાકીય ક્ષમતાઓ અને વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને, પત્નીને માસિક 20,000 રૂપિયાનું ભરણપોષણ સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે વાજબી છે.

7 / 8

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Published On - 11:17 am, Thu, 28 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.