
જસ્ટિસ રજની દુબે અને અમિતેન્દ્ર કિશોર પ્રસાદની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે, ભારતીય પુરાવા અધિનિયમની કલમ 112 હેઠળ, પ્રથમ લગ્નની માન્યતા બાળકોની કાનૂની ઓળખ નક્કી કરે છે, પછી ભલે માતા લિવ-ઇન રિલેશનશિપમાં હોય કે અન્ય કોઈ વ્યક્તિ બાળકોને પોતાના હોવાનો દાવો કરે.

આનાથી બાળકનો કાનુન બદલો નથી. હાઈકોર્ટેએ પણ સ્પષ્ટ કર્યું કે,બાળકોની કાયદેસરતા પહેલા લગ્ન સાથે જોડાયેલી છે. કોર્ટે આ અવલોકન એક કેસમાં કર્યું જેમાં બે મહિલાઓએ છત્તીસગઢના બિલાસપુરના એક ઉદ્યોગપતિની પુત્રીઓ અને તેમની માતાને તેની પત્ની જાહેર કરવાની માંગ કરી હતી.

બિલાસપુરના લિંક રોડ અને મુંગેલીની રહેવાસી 2 મહિલાઓએ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરતી હતી. તેમનું કહેવું હતુ કે, તેની માતાએ વર્ષ 1971માં ગોંડપારાના એક વેપારી સાથે વરમાલા પહેરાવી લગ્ન કર્યા હતા. તેમજ તેના આ સંબંધથી તેમનો જન્મ થયો હતો. તેમણે એ પણ દાવો કર્યો કે, તેની માતાના પહેલા પતિ 1984માં ધર છોડી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેની કોઈ જાણ નથી.

મહિલાઓનો તર્ક હતો કે, આ ઉદ્યોગપતિ એટલે કે, તેની માતાનો પહેલો પતિએ તેમની દીકરીઓ તરીકે અપનાવ્યો હતો. તેમજ કોર્ટે લેખિતમાં પણ આપ્યું હતુ. ફેમિલી કોર્ટે ડોક્યુમેન્ટ અને સાક્ષીઓના આધાર પર વર્ષ 2019માં તેનો દાવો દાવો ફગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ, મહિલાઓએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો. હાઇકોર્ટે તેના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે બીજા પતિના બાળકોને સ્વીકારવાથી કાનૂની જોગવાઈઓ બિનઅસરકારક નથી બનતી.

હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આ મુદ્દાઓ જણાવ્યા કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ વાત સ્વીકારોક્તિ કાનુનની વિરુદ્ધ છે. તો તેના પર કોઈ કાનુની હક બનતો નથી. કોર્ટે એ પણ કહ્યું કે, કેસ દાખલ કરતા જ કોઈ પણ નોટિસ બાદ તરત જ લેખિતમાં નિવેદન તેમજ શપથ પત્ર આપવું યોગ્ય નથી. આનાથી આખો મામલો શંકાના દાયરામાં આવે છે.

ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 112 હેઠળ લગ્ન દરમિયન જન્મેલા બાળકોના પતિના સંતાન માનવાની ધારણા ખુબ જ મજબુત હોય છે. પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતી વખતે પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધો શક્ય ન હતા તે સાબિત થાય તો જ તેને નકારી શકાય છે.

આ સાથે કોર્ટે એ પણ કહ્યું કે, આ કેસમાં કોઈ એવો પુરાવો સામે આવ્યો નથી. આ સાથે આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેનટમાં બાળકોના પિતાના રુપમાં પહેલા પતિનું નામ નોંધવું પણ આની ધારણાને મજબુતી આપે છે.

હાઈકોર્ટે સુનાવણીમાં જાણવા મળ્યું કે, મહિલાના પહેલા લગ્ન વર્ષ 1960માં થયા હતા. આ લગ્ન કાયદાકિય રીતે પૂર્ણ થયા નથી. તેમજ છુટાછેડાના કોઈ પુરાવા નથી.

તેમજ પહેલા પતિના મૃત્યુના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તેથી, કોર્ટે ઠરાવ્યું હતું કે આવી પરિસ્થિતિઓમાં, પછીના લગ્ન કાયદેસર રીતે માન્ય નથી અને હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 5 અને 11 હેઠળ બીજા લગ્ન રદબાતલ ગણાશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)