કાનુની સવાલ : શું પોલીસ તમારા ક્રેડિટ કાર્ડ બિલ ન ચૂકવવા બદલ તમારી ધરપકડ કરી શકે છે? કાયદો શું કહે છે જાણો

ક્રિડેટ કાર્ડ બિલ ન ભરવાના કારણે ક્રેડિટ સ્કોર પ્રભાવિત થઈ શકે છે. જો ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો પોલીસ તમારી ધરપકડ કરી શકે, જાણો કાનુન શું કહે છે.

| Updated on: Apr 07, 2026 | 11:32 AM
1 / 7
આજકાલ વ્યાવસાયિકોથી લઈને વ્યવસાય માલિકો સુધી, દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. તે રોકડ વિના તાત્કાલિક ખરીદી અને વિવિધ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. જોકે, જો બિલ સમયસર ચૂકવવામાં ન આવે, તો તે ફાયદાને બદલે સમસ્યા બની શકે છે.

2 / 7
બેંક સંબંધિત કંપની વ્યાજ પણ વધારી શકે છે. તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર પડી શકે છે. આ સાથે જરુર પડે તો કાનુની કાર્યવાહી પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ ક્રેડિટ કાર્ડ બિલ ન ભરવા પર શું પરેશાની થઈ શકે.

3 / 7
જો તમે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચુકવતા નથી. તો તેની સીધી અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે. સ્કોર ખરાબ થવા પર આગળ ભવિષ્યમાં તમારે લોન લેવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આ સાથે નવું ક્રેડિટ કાર્ડ મળવું પણ મુશ્કેલ થઈ શકે છે. આ સિવાય બેંક તમારી પ્રોફાઈલને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે. તેમજ કાર્ડ બ્લોક કરવાનું પણ પગલું લઈ શકે છે.

4 / 7
તમારા ક્રેડિટ કાર્ડ બિલની સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળતા તમારી નાણાકીય પરિસ્થિતિ પર અસર કરી શકે છે, જે ભવિષ્યમાં મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. જોકે, બિલ ન ચૂકવવા બદલ પોલીસ તમારી ધરપકડ કરી શકતી નથી, કારણ કે તે ગુનો નથી પરંતુ દેવાની ચુકવણી સંબંધિત નાગરિક બાબત છે. આવા વિવાદો સામાન્ય રીતે બેંક અને કોર્ટ દ્વારા ઉકેલવામાં આવે છે.

5 / 7
 જો લાંબા સમય સુધી ક્રેડિટ કાર્ડનું બિલ ભર્યું નથી. તો બેંક રિકવરી માટે મોટું પગલું ભરી શકે છે. જરુર પડે તો તમારી સંપત્તિમાં પણ કાર્યવાહી કરી શકે છે.

6 / 7
 આ સાથે જે બેંકનું કાર્ડ તમે ઉપયોગ કરી રહ્યા છો. તેમાં તમારું સેવિંગ કે અન્ય ખાતું છે. તો બેંક બાકી રકમ જમા કરાયેલી રકમ સામે એડજસ્ટ કરીને પૈસા વસૂલ કરી શકે છે. જો તેમ છતાં સમાધાન ન થાય, તો બેંક તમારી સામે સિવિલ કેસ દાખલ કરી શકે છે.

7 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

Follow Us