કાનુની સવાલ : શું વિધવાને પુનલગ્ન પછી પણ તેના પતિનું પેન્શન મળતું રહેશે? દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો

હાઈકોર્ટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 1972ના નિયમ 54ને સમર્થન આપ્યું, જે નિઃસંતાન વિધવાને પુનર્લગ્ન પછી પણ કૌટુંબિક પેન્શન મેળવવાના અધિકાર સાથે સંબંધિત છે.

| Updated on: Jan 31, 2026 | 7:11 AM
1 / 10
દિલ્હી હાઈકોર્ટે પારિવારિક પેન્શન સાથે જોડાયેલ એક મહત્વનો નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કર્યું છે કે,કોઈ પણ મૃત કેન્દ્રીય સરકારી કર્મચારીના નિસંતાન વિધવાને પુનલગ્ન કર્યા પછી પણ પેન્શન મળતું રહેશે.

2 / 10
શરત માત્ર એટલી હશે કે, જ્યાં સુધી તેમની પાસે પૂરતી સ્વતંત્ર આવક ન હોય, ત્યાં સુધી હાઇકોર્ટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 1972ના નિયમ 54 અને 2 સપ્ટેમ્બર, 2009ના ઓફિસ મેમોરેન્ડમની બંધારણીય માન્યતાને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે.

3 / 10
જસ્ટિસ અનિલ ક્ષતરપાલ અને અમિત મહાજનની પીઠે કહ્યું કે,આ જોગવાઈ મનસ્વી કે ભેદભાવપૂર્ણ નથી, પરંતુ સરકારની સ્પષ્ટ સામાજિક કલ્યાણ નીતિને પ્રતિબિંબિત કરે છે, જેનો ઉદ્દેશ્ય વિધવાઓને આર્થિક સુરક્ષા પૂરી પાડવા અને તેમના પુનર્લગ્નને પ્રોત્સાહન આપવાનો છે.

4 / 10
શું હતો સમગ્ર મામલો. આ મામલો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(CRPF)ના એક જવાન સાથે જોડાયેલો છે. જેનું ડ્યુટી દરમિયાન મૃત્યું થયું હતુ. જવાનના મૃત્યું બાદ તેમની પત્નીને નિયમો અનુસાર કૌટુંબિક પેન્શન આપવામાં આવ્યું હતું. વિધવાએ પછીથી ફરીથી લગ્ન કર્યા, જેના કારણે મૃતક સૈનિકના માતાપિતાએ પેન્શનનો દાવો કર્યો.

5 / 10
  માતાપિતાએ દલીલ કરી હતી કે તેમના પુત્રની વિધવા હવે પુનર્લગ્ન પછી કૌટુંબિક પેન્શન માટે હકદાર ન હોવી જોઈએ અને આશ્રિત માતાપિતા તરીકે, તેમને પેન્શન મળવું જોઈએ. આના આધારે, તેમણે દિલ્હી હાઇકોર્ટમાં નિયમ 54 અને સંબંધિત ઓફિસ મેમોરેન્ડમની માન્યતાને પડકારી.

6 / 10
દિલ્હી હાઈકોર્ટે આ તમામ દલીલીને રદ કરી હતી. કોર્ટે કહ્યું કે,પારિવારિક પેન્શન કોઈ વારસો નથી પરંતુ આ એક વૈધાનિક સામાજિક સુરક્ષાનો લાભ છે. જે માત્ર પેન્શન નિયમો હેઠળ આપવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે,નિયમ 54 હેઠળ પેન્શન મેળવનારની પ્રાથમિકતા નક્કી છે. જો મૃતક કર્મચારી વિધવા પત્નીને છોડી જાય, તો જ્યાં સુધી વિધવા જીવિત હોય  ત્યાં સુધી માતાપિતા પેન્શન માટે પાત્ર નથી.

7 / 10
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, સરકારની નીતિનો ઉદ્દેશ્ય માત્ર આર્થિક સહાયતા આપવો નથી પરંતુ વિધવાઓના પુનલગ્ન,સામાજિક રુપથી પ્રોત્સાહિત કરવાનું પણ છે. કોર્ટે કહ્યું કે,આ જોગવાઈનો મુળ ઉદ્દેશ્ય વિધવાઓના પુનલગ્નને પ્રોત્સાહન આફવાનો છે.જેનાથી તે સામાજિક અને આર્થિક સુરક્ષાનો શિકાર ન બને. આ ઉદ્દેશ ન માત્ર વૈધ છે પરંતુ પ્રશંસનીય પણ છે. પીઠે કહ્યું કે, સશ્સ્ત્ર અને અર્ધલશ્કરી દળોના જવાનો દેશની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપે છે, તેથી તેમના આશ્રિતોને આર્થિક રીતે અસુરક્ષિત ન છોડવામાં આવે તે મહત્વપૂર્ણ છે.

8 / 10
હાઈકોર્ટે કહ્યું કે, માતા-પિતાને પારિવારિક પેન્શન ત્યાં સુધી મળે છે. જ્યારે મૃતક કર્મચારી વિધવા કે બાળકો છોડીને ન જાય, ત્યારે માતાપિતાને બાકાત રાખવું ગેરબંધારણીય નથી. કોર્ટે ઠરાવ્યું હતું કે, વિધવા, ભલે તે ફરીથી લગ્ન કરે, જો તે નિઃસંતાન હોય અને પૂરતી આવકનો અભાવ હોય તો તેને પેન્શનનો ઇનકાર કરી શકાતો નથી.

9 / 10
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, પારિવારિક પેન્શનનો મતલબ તાત્કાલિક અને નિરંતર આર્થિક સહાયતા આપવાનો છે. આ કોઈ સંપત્તિ કે ઉત્તરાધિકારનો ભાગ નથી. તેમજ નિયમોમાં વર્ગીકરણ તર્કસંગ અને નીતિ આધારિત છે.

10 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)