
જો વસિયત લખ્યા બાદ માતાનું મૃત્યું થઈ જાય છે. તો દીકરો કે દીકરીને સંપત્તિ મળી શકે છે. પરંતુ વસિયતમાં દીકરા દીકરીના નામ હોવા જોઈએ, આ પ્રથમ શ્રેણીના ઉત્તરાધિકારી હશે.

જો દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. તો પણ તેમને તેની માતાની સંપત્તિ પર એટલો જ અધિકાર છે. જેટલો અધિકાર દીકરાને હોય છે.દીકરી માતાની સંપત્તિમાં ભાગ માંગી શકે છે.

જો કોઈ અપરિણીત સ્ત્રી જે મિલકતની માલિકી ધરાવે છે તે વસિયતનામા લખ્યા વિના મૃત્યુ પામે છે, તો પિતાને મિલકત પર અધિકાર છે. જો પિતા ન હોય, તો ભાઈઓ અને બહેનો દાવેદાર બની શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)