
તમે એ પણ જાણી લો કે, શું માત્ર પત્નીને પતિ પાસેથી ભરણપોષણ માંગવાનો અધિકાર છે, પતિને પણ પત્ની પાસેથી ભરણપોષણ માંગવાના કાયદામાં નિયમ છે.

2022ના અંજુ ગર્ગ વિરુદ્ધ દીપક કુમાર ગર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો પતિની આવક શૂન્ય હોય, તેની પાસે કોઈ નોકરી ન હોય, તો તેણે શારીરિક શ્રમ કરીને પણ તેની પત્નીને ભરણપોષણ આપવું ફરજિયાત છે.

પત્ની જો કોઈ વ્યાજબી કારણથી પતિથી અલગ રહેતી હોય. કે પછી બંન્ને આપસી સહમતિથી અલગ રહેતા હોય.જો મહિલા ભણેલી ગણેલી હોય અને નોકરી કરતી હોય તો તે પતિ પાસેથી ભરણપોષણ માંગી શકતી નથી. કે પછી પત્નીએ બીજા લગ્ન કર્યા હોય તો પણ તે ભરણ પોષણ માગી શકતી નથી.

(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)