
માતા-પિતાની સંપત્તિમાં આ બાળકોના અધિકારો વિશે આપણે વાત કરીએ તો. આવા બાળકોને માતા અને પિતા બંન્નેની સંપત્તિમાં અધિકાર મળી શકે છે.

Revanasiddappa v. Mallikarjun (2011) 11 SCC 1 સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લિવ-ઈન રિલેશનશીપથી જન્મેલા બાળકો પિતાની સંપત્તિનો વારસદાર બની શકે છે. જો પિતાની સંપત્તિ (self-acquired) હોય અને (ancestral) ન હોય.

પરંતુ જો પિતાની સંપત્તિ self-acquired છે અને જો પિતાએ કોઈ વસિયત ન બનાવી હોય, તો વિવાદ થવાની શક્યતા રહે છે.ભરણપોષણની આપણે વાત કરીએ તો. આવા બાળકો માતા કે પિતા બંન્ને પાસેથી ભરણપોષણ મેળવવાનો કાનુની અધિકાર છે.

Section 125 CrPC (Criminal Procedure Code) આ સેક્શન હેઠળ "illegitimate" કે "legitimate" બંન્ને બાળકોને ભરણપોષણ મેળવવાનો હક છે. જ્યાં સુધી તે વ્યસ્ક ન બને (જો વિકલાંગ છે તો જીવનભર)

હિન્દુ લો (Hindu Succession Act, 1956)માં સુધારા પછી, જો માતાપિતા લાંબા સમયથી એકબીજા સાથે રહેતા હોય તો આવા બાળકોને પણ મિલકતના વારસદાર ગણવામાં આવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)