
જો કોઈ અન્ય વ્યક્તિ આ પ્રોડક્ટ, પ્રકિયા કે અન્ય વસ્તુઓ બનાવે છે. તો તે ગેરકાનુની કહેવાય છે. ત્યારે પેટન્ટ ધારક ફરિયાદ કરી શકે છે, અને બીજી વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વધુમાં, જો કોઈ વ્યક્તિ તે ઉત્પાદનની નકલ કરવા અથવા બનાવવા માંગે છે, તો તેણે પહેલા પેટન્ટ ધારક અથવા સંસ્થા પાસેથી પરવાનગી લેવી પડશે અને રોયલ્ટી પણ ચૂકવવી પડશે.

વિશ્વ વેપાર સંગઠને પેટન્ટની મુદત 20 વર્ષ સુધી મર્યાદિત કરી છે, જોકે વિવિધ દેશોમાં પેટન્ટ માન્યતા અવધિ અલગ અલગ હોય છે. હવે આપણે જાણીએ કે, પેટન્ટ કેટલા પ્રકારના હોય છે? પેટન્ટ 2 પ્રકારના હોય છે. ઉત્પાદન પેટન્ટ અને પ્રક્રિયા પેટન્ટ.

ઉત્પાદન પેટન્ટમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા આ ઉત્પાદનની નકલ બનાવી શકતું નથી. તેના માટે અલગ ડિઝાઈનિંગ પણ એક જેવી હોતી નથી. રંગ,આકાર,સ્વાદ બધું અલગ હોવું જોઈએ.

પ્રકિયા પેટન્ટમાં નવી ટેક્નોલોજી પર પેટન્ટ લેવામાં આવી શકે છે. આનો મતલબ એ છે કે, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પેટન્ટ ધારક દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા તકનીકનો ઉપયોગ કરીને ઉત્પાદન બનાવી શકશે નહીં.

હવે આ પેટન્ટ અધિકાર કઈ રીતે મળે છે? તમને જણાવી દઈએ કે, સૌથી પહેલા વ્યક્તિ કે સંસ્થાના પેટન્ટ કાર્યાલયમાં અરજી આપવી પડે છે. તમારે નવી શોધો અથવા ઉત્પાદન વિશે પણ માહિતી આપવી પડશે, જેની તપાસ પછી ઓફિસ દ્વારા કરવામાં આવશે.

ત્યારબાદ પેટન્ટનો આદેશ જાહેર કરવામાં આવશે. પેટન્ટ માત્ર એજ દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. જ્યાંતે પેટન્ટ થયેલ છે.

ઉદાહરણ તરીકે, જો ભારતમાં પેટન્ટ માટે અરજી કરવામાં આવે છે, તો તે યુએસ કે અન્ય કોઈ દેશમાં લાગુ પડશે નહીં, એટલે કે ભારતીય ઉત્પાદનની નકલ બીજા દેશમાં કરી શકાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image canva)