કાનુની સવાલ : Zero FIR શું છે ? તેના કાનુન વિશે અહીં જાણો

અનેક વખત એવું જોવા મળે છે કે, લોકોને જાણકારીના અભાવે યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરી શકતા નથી. તો આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં જાણીશું કે, ઝીરો ફેઆઈઆર શું છે.

| Updated on: Jun 07, 2026 | 11:18 AM
1 / 9
 FIR વિશે આપણે બધાએ સાંભળ્યું છે પરંતુ કોઈ ક્રાઈમની સ્થિતિમાં પહેલી સુચના અને રિપોર્ટ નોંધાવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે. જેમણે ઝીરો એફઆઈઆર વિશે સાંભળ્યું નહી હોય. અથવા નામ સાંભળ્યું પરંતુ આ વિશે વિસ્તારથી જાણતા નથી. કે, ઝીરો એફઆઈઆર શું છે.

2 / 9
તમને જણાવી દઈએ કે, ગુનાની સ્થિતિમાં કોઈ પણ પોલીસ સ્ટેશમાં નોંઘાયેલી ફરિયાદને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે. કેટલીક વખત ક્રાઈમની સ્થિતિમાં એક સામાન્ય માણસ પોલીસ સ્ટેશનના ચક્કર કાપે છે. આનાથી પરેશાન થઈ જાય છે. કારણ કે, તેને કાયદા વિશે સંપૂર્ણ જાણકારી હોતી નથી.

3 / 9
 નવા કાનુન મુજબ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકાય છે. પછી તે પોલીસ સ્ટેશનનું જ્યુરિડિક્શન કેમ ના હોય. દેશભરમાં 1 જુલાઈ 2024થી આ કાનુન લાગુ થયો છે. આ સાથે IPC, CRPC અને IEA ની કલમો ભૂતકાળ બની ગઈ છે. તેનું સ્થાન ભારતીય ફોજદારી કાર્યવાહી સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા લેવામાં આવ્યું છે.

4 / 9
નવા કાયદાઓએ એક આધુનિક ન્યાય પ્રણાલી સ્થાપિત કરી છે, જેમાં ઝીરો એફઆઈઆર (પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવી), SMS દ્વારા સમન્સના ઇલેક્ટ્રોનિક માધ્યમ અને તમામ જઘન્ય ગુનાઓ માટે ગુના સ્થળની ફરજિયાત વિડિઓગ્રાફી જેવી જોગવાઈઓ સામેલ છે. પહેલા, ઝીરો એફઆઈઆર ફક્ત ગુના સ્થળના વિસ્તારમાં નોંધાતી હતી, પરંતુ હવે એફઆઈઆર ગમે ત્યાં નોંધી શકાય છે.

5 / 9
હવે એક પ્રશ્ન થાય છે કે, ઝીરો એફઆઈઆર શું છે, કોણનોંધાવી શકે, ઝીરો એફઆઈઆર નોર્મલ એફઆઈઆર જેવી હોય છે. જેમાં મોટો ફાયદો એ હોય કે,તેમાં વચ્ચે કોઈ અધિકાર ક્ષેત્રની કોઈ અડચણ ઉભી થતી નથી.આમ તો પોલીસ ત્યારે જ એફઆઈઆર નોંધે છે. જ્યારે કેસ તેના અધિકારક્ષેત્રમાં આવેલા વિસ્તારમાં બને છે.

6 / 9
  જોકે, ઝીરો એફઆઈઆરમાં, પીડિત અથવા તેમને ઓળખતી કોઈપણ વ્યક્તિ કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકે છે. પોલીસ તેના આધારે તપાસ શરૂ કરે છે અને પછી તેને સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરે છે.

7 / 9
નવો કાયદો અમલમાં આવ્યા પછી, ગુનાનો કોઈપણ ભોગ બનનાર હવે કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધાવી શકશે. તેને 15 દિવસની અંદર મૂળ અધિકારક્ષેત્રમાં, એટલે કે જ્યાં ગુનો થયો હતો તે વિસ્તારમાં મોકલવાની રહેશે.

8 / 9
પીડિતને એફઆઈઆરની નકલ પણ પ્રાપ્ત થશે. હવે, દેશભરના દરેક પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ એપ્લિકેશન (CCTNS) હેઠળ તમામ કેસ નોંધવામાં આવશે.

9 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us