
ભારતમાં કાયદો અને ન્યાયતંત્ર ડોકટરોની હડતાળ પર ખૂબ જ કડક વલણ ધરાવે છે. તબીબી સંભાળને આવશ્યક સેવા ગણવામાં આવે છે, તેથી કોર્ટનું કહેવું છે કે ડોકટરોને કોઈપણ સંજોગોમાં હડતાળ કરવાનો કે કામનો બહિષ્કાર કરવાનો મૂળભૂત અધિકાર નથી.

મહત્વની વાત એ છે કે, ભારતમાં હડતાળ કરવી કોઈ મૌલિક અધિકાર માનવામાં આવતો નથી. ખાસ કરીને Essential Servicesમાં, સુપ્રીમ કોર્ટે અનેક કેસમાં કહ્યું કે, સરકારી કર્મચારીઓને હડતાળનો કોઈ મૌલિક અધિકાર નથી.

ESMA આવશ્યક સેવાઓ ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, સરકારો હોસ્પિટલોમાં ESMA લાગુ કરી શકે છે. તેના અમલીકરણ પછી, હડતાળ સંપૂર્ણપણે ગેરકાયદેસર બની જાય છે અને ઉલ્લંઘન કરનારાઓને ધરપકડ અને બરતરફી જેવા કડક પગલાંનો સામનો કરવો પડી શકે છે.

ડોક્ટરોની હડતાળ ભારતમાં થાય છે. ત્યારે હંમેશા OPD બંધ હોય છે પરંતુ Emergency Services ચાલુ રાખવામાં આવે છે. કેટલીક વખત સુરક્ષા,પગર, કાર્યસ્થિતિ કે કોઈ હિંસક ઘટનાના વિરોધમાં સામુહિક કાર્યબહિષ્કાર કરવામાં આવે છે.

જો હડતાળને કારણે કોઈ દર્દીને ગંભીર નુકસાન થાય છે અથવા સારવારમાં વિલંબ થવાને કારણે તેનું મૃત્યુ થાય છે, તો પીડિત પરિવાર ડૉક્ટર અથવા હોસ્પિટલ સામે તબીબી બેદરકારીનો કેસ દાખલ કરી શકે છે.

ટુંકમાં દર્દીઓના સ્વાસ્થ સાથે જોડાયેલી સેવાઓ સંપૂર્ણ રીતે રોકવી સાર્વજનિક હિતને વિરુદ્ધ છે. આ માટે “token strike”, “black badge protest”, કે પછી emergency ચાલુ રાખી વિરોધને વધારે સ્વીકાર્ય માનવામાં આવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )