કાનુની સવાલ : મકાનમાલિક તમારી સિક્યોરિટી ડિપોઝિટ પરત નથી કરી રહ્યા? આ 6 કાનૂની પગલાં તમને તમારા પૈસા પાછા મેળવવામાં મદદ કરશે

જો તમે ભાડાનું ઘર ખાલી કર્યા પછી મકાનમાલિક તમારી સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાની ના પાડે છે, તો કાયદો તમારા પક્ષમાં છે. ભારતમાં ભાડુઆતના કેટલાક કાનુની અધિકારો છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ મકાન માલિક પાસે પૈસા ફસાય જાય તો કઈ કઈ કાનુની મદદ લઈ શકો.

| Updated on: Sep 11, 2026 | 10:58 AM
1 / 10
તમે મકાન ખાલી કરી દીધું છે. ચાવી મકાન માલિકને સોંપી દીધી છે, લાઈટ બિલ, ગેસ , પાણીના તમામ બિલ પણ ચૂકવી દીધા છે. હવે તમે સિક્યોરિટી ડિપોઝિટ પરત લેવાની રાહ જોઈ રહ્યા છો. પરંતુ આ દરમિયાન અચાનક મકાન માલિક તમારો ફોન ઉઠાવવાનું બંધ કરી દે છે. અથવા ધમકી આપે છે.

2 / 10
દેશના મોટા શહેરોમાં અવાર-નવાર મકાન માલિક અને ભાડુઆત વચ્ચે સિક્યોરિટી ડિપોઝીટને લઈ વિવાદ સામાન્ય થયો છે. પરંતુ સારી વાત એ છે કે, કાનુન માત્ર મકાન માલિક માટે નહી પરંતુ ભાડુઆત માટે પણ છે. જો તમારા મકાન માલિક તમારી સિક્યોરિટી ડિપોઝીટ પરત આપતો નથી. તો તમે કાનુની રુપથી તમારા પૈસા પરત લઈ શકો છો.

3 / 10
સિક્યોરિટી ડિપોઝિટ એ રકમ છે. જે કોઈ પણ ભાડુઆત મકાનમાં શિફ્ટ થતાં પહેલા મકાન માલિકને એડવાન્સ તરીકે આપે છે. મકાન માલિક માટે એક નાંણાકીય સુરક્ષા હોય છે. જો ભાડુઆત મકાનમાલિકની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે અથવા એગ્રીમેન્ટ તોડી નાંખે. તો તેની ચૂકવણી લઈ શકે.

4 / 10
ભારતમાં, સિક્યોરિટી ડિપોઝિટને નિયંત્રિત કરતો કોઈ એક રાષ્ટ્રીય કાયદો નથી. દરેક રાજ્યના પોતાના નિયમો અને ભાડા કાયદા હોય છે. જોકે, મૂળભૂત કરાર કાયદા હેઠળ, મકાનમાલિક માન્ય અને વાજબી બહાના વિના તમારા પૈસા રોકી શકતો નથી. કેન્દ્ર સરકારે રાજ્યો માટે એક મોડલ ટેનેસી એક્ટ 2021 તૈયાર કર્યો છે. જેના હેઠળ સિક્યોરિટી ડિપોઝિટની એક રકમ નક્કી કરવામાં આવી છે.

5 / 10
રહેણાંક મકાનો માટે મહત્તમ 2 મહિનાનું ભાડું.કર્મશિયલ (બિન-રહેણાંક) મિલકતો માટે મહત્તમ 6 મહિનાનું ભાડું.જમીન અને ભાડા કાયદા રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળ આવતા હોવાથી, આ તમારા રાજ્યએ આ કાયદાનો અમલ કર્યો છે કે નહીં તેના પર આધાર રાખે છે.

6 / 10
મકાનમાલિક ફક્ત વાસ્તવિક અને સાબિત નુકસાન માટે જ પૈસા કાપી શકે છે. ઉદાહરણ તરીકે ફર્નીચરમાં તોડફાડ,પંખામાં નુકસાન વગેરે. એક વાત ધ્યાનમાં રાખો કે, મકાન માલિક સામાન્ય રીતે ઘરની દિવાલનો રંગ નીકળવો અથવા જુની વસ્તુઓ તુટી જાય તો તેના નામે પૈસા લઈ શકતા નથી.

7 / 10
જો મકાન માલિક તમારી સિક્યોરિટી પાછી આપતા નથી. તો ચિંતા કરવાની જરુર નથી. સૌથી પહેલા રેન્ટ એગ્રીમેન્ટની શરતો પર ધ્યાન આપો. તેમાં શું લખ્યું છે. તે ચેક કરી લો. રેન્ટ પેમેન્ટનો સ્ક્રીનશોર્ટ અથવા બેંક સ્ટેટમેન્ટ, લાઈટબિલ અને મેન્ટેનસ બિલ પેમેન્ટની રીસીપ લઈ લો. મકાન માલિકની સાથે વોટ્સએપ ચેટ અને ઈમેલ પર બને ત્યાં સુધી વાતચીત કરો. મકાનમાં શિફ્ટ થતાં સમયે અને ખાલી કરતી વખતે ફોટો અને વીડિયો લઈ લો.

8 / 10
 જો તમારા મકાનમાલિક તમને ધમકી આપી રહ્યા હોય અથવા સ્પષ્ટપણે છેતરપિંડી કરી રહ્યા હોય, તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો. જ્યારે પોલીસ ઘણીવાર તેને સિવિલ મેટર તરીકે ફગાવી દેવાનો પ્રયાસ કરે છે, જો ફરિયાદમાં છેતરપિંડી અને ધમકીઓનો ઉલ્લેખ હોય, તો તેમને દરમિયાનગીરી કરવાની જરૂર છે.

9 / 10
બધા રસ્તા બંધ થઈ જાય . તમારે પૈસાની રિકવરી માટે સિવિલ કોર્ટમાં કેસ નોંધી શકો છે.  કેટલીક વખત ભાડુઆત પક્ષ મજબુત બનાવવા માટે કેટલીક ભૂલો કરી બેસે છે. એ માટે કેટલીક વાતનું ધ્યાન રાખો. સિક્યોરિટી ડિપોઝિટ ક્યારે પણ કેશમાં ન આપો. જો આપો છો તો લેખિતમાં લઈ લો.  રેટ એગ્રીમેન્ટ વગર મકાનમાં ન રહો. મકાન ખાલી કરતી વખતે મકાન માલિકને આ વાતની લેખિત અથવા ઈમેલ પર પુષ્ટિ જરુર લો. ચાવી આપી દીધી છે મકાન સુરક્ષિત છે. મકાન માલિક સાથે માત્ર ફોન પર વાત કરવા કરતા વોટ્સએપ અથવા ઈમેલ જેવા લેખિત માધ્યમોનો ઉપયોગ કરો. જેનાથી તમારી પાસે પુરાવા રહે.

10 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us
Loading...
Unable to load recommendations.