
અમદાવાદના એક વૃદ્ધ વ્યક્તિએ 2013માં પોતાના પુત્ર અને પુત્રવધૂ સામે દાવો દાખલ કર્યો હતો. હવે, 13 વર્ષ પછી, ચુકાદો તે વ્યક્તિના પક્ષમાં આવ્યો છે.

13 વર્ષની કાનૂની લડાઈ પછી, વૃદ્ધ વ્યક્તિને પોતાના પુત્ર અને પુત્રવધૂને પોતાની કમાણીથી બનાવેલા ઘરમાંથી કાઢી મૂકવાનો અધિકાર આપવામાં આવ્યો છે. શહેરની સિવિલ કોર્ટે દંપતીને ઘર ખાલી કરવા માટે 90 દિવસનો સમય આપ્યો છે.

પિતાને પોતાના પુત્ર અને પુત્રવધૂને કાઢી મૂકવાનો અધિકાર મળ્યો છે. વૃદ્ધ વ્યક્તિના પુત્ર અને પુત્રવધૂના લગ્ન 2002 માં થયા હતા. તેઓ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે, જ્યારે વૃદ્ધ વ્યક્તિ પહેલા માળે રહે છે.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને કારણે, તેઓ અલગ-અલગ રૂમમાં રહેવા લાગ્યા, ત્યારબાદ પુત્રએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. પુત્ર અને પુત્રવધૂ વચ્ચેના ઝઘડાથી કંટાળીને, વૃદ્ધ વ્યક્તિએ 2013માં કોર્ટનો સંપર્ક કર્યો, અને તેમને ઘરમાંથી કાઢી મૂકવાનો અધિકાર માંગ્યો. વુદ્ધ વ્યક્તિએ આ પ્રોપર્ટી 1980માં પોતાની કમાણીથી ખરીદી હતી. તે એક માત્ર માલિક છે.

વૃદ્ધ વ્યક્તિએ દાવો કર્યો હતો કે, વારંવાર વિનંતી કરવા છતાં, તેમના પુત્ર અને પુત્રવધૂએ ઘર ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો અને મિલકતની માલિકીનો દાવો કર્યો હતો. તો આ દરમિયાન પુત્રવધુએ કહ્યું કે, આ બાપ-દીકરાની મિલિભગત છે. કારણ કે, તેમના પતિનો અન્ય મહિલા સાથે સંબંધ હતો.

બંને પક્ષોને સાંભળ્યા પછી, સિટી સિવિલ જજ વી.એ. ધાધલે જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટ પુરાવા સાબિત કરે છે કે, વૃદ્ધ પુરુષ મિલકતના માલિક હતા અને તેના પુત્ર કે પુત્રવધૂનો તેની ખરીદીમાં કોઈ સંડોવણી નહોતી.સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને, કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, "સસરા પક્ષની અંગત મિલકતને પુત્રવધૂ માટે 'શેર્ડ હાઉસ' ગણી શકાય નહીં. તેથી, ઘરેલુ હિંસા કાયદા હેઠળ, તેણીને આવી મિલકતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘર ખાલી કરવાનો આદેશ દંપતીની પુત્રી પર લાગુ થશે નહીં, જે હવે પુખ્ત છે, કારણ કે દાદાએ તેની સામે કોઈ રાહત માંગી નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
Published On - 9:11 am, Thu, 1 October 26