કાનુની સવાલ : શું પત્નીના ફોન કોલ રેકોર્ડ કરવાને કોર્ટમાં માન્ય ગણવામાં આવશે? જાણો કાનુન શું કહે છે

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વૈવાહિક વિવાદોમાં પતિ-પત્ની બંનેમાંથી કોઈ એક દ્વારા ગુપ્ત રીતે રેકોર્ડ કરાયેલી ટેલિફોનિક વાતચીતને પુરાવા તરીકે સ્વીકારી શકાય છે. કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો, જેમાં આવા રેકોર્ડિંગને ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું હતું.

| Updated on: Jul 18, 2025 | 9:20 AM
1 / 8
ભારતીય સમાજમાં છૂટાછેડાના કેસ ઈમોશનલની સાથે સેન્સેટિવ પણ માનવામાં આવે છે. જેમાં 2 લોકોના સંબંધ કોર્ટના દરવાજા સુધી પહોંચે છે. ત્યારે દરેક નાની વાતને મોટી અને મહત્વ આપવામાં આવે છે.  પછી ભલે કોલ રેકોર્ડિંગ હોય કે પછી વોટસ્એપની ચેટ હોય.

2 / 8
 સુપ્રીમ કોર્ટે 14 જુલાઈ 2025ના રોજ એક છુટાછેડાના કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો.જેમાં કોર્ટે તરફથી કહેવામાં આવ્યું કે, છુટાછેડાના કેસમાં ચોરી છુપેથી કરેલું કોલ રેકોડિંગને પણ પુરાવો માનવામાં આવશે.

3 / 8
પંજાબ અને હરિયાણા કોર્ટે થોડા સમય પહેલા એક છૂટાછેડાના કેસ પર નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં ચોરી છુપેથી કરેલા કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. હાઈકોર્ટે કહ્યું હતુ કે, પતિએ પત્નીની જાણકારી વગર તેનું કોલ રેકોર્ડિંગ કર્યું છે. આ પત્નીની પ્રાઈવસીનું સંપૂર્ણપણે ઉલ્લંધન છે. ત્યારે કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે માનવામાં આવી શકે નહી.

4 / 8
સુપ્રીમ કોર્ટ પહોંચેલા પતિએ ફેમિલી કોર્ટ એક્ટની કલમ 14 અને 20નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ કલમો સત્ય સુનિશ્ચિત કરવા અને ન્યાયી ટ્રાયલ ચલાવવા માટે બનાવવામાં આવી છે. તેમણે કોલ રેકોર્ડ કરીને કોર્ટને સત્ય જાણવામાં મદદ કરી છે.

5 / 8
સુનાવણી દરમિયાન, કેટલાક પક્ષકારો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે કોલ રેકોર્ડિંગ જેવા પુરાવા સ્વીકારવાથી વૈવાહિક જીવનમાં વિશ્વાસ અને ગુપ્તતાનો નાશ થશે. આનાથી વિવાહિત જીવનમાં જાસૂસીને પ્રોત્સાહન મળશે. ઉપરાંત, તે ભારતીય પુરાવા કાયદાના ઉદ્દેશ્યની વિરુદ્ધ હશે, જેમાં પતિ-પત્ની વચ્ચેની વાતચીતને ગુપ્ત ગણવામાં આવે છે.

6 / 8
પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવા કોલ રેકોર્ડિંગ, જે સીધા વૈવાહિક વિવાદ સાથે સંબંધિત છે, તેને પર્સનલ લાઈફમાં અનુચિત દખલ ગણી શકાય નહીં, ખાસ કરીને જ્યારે તે કોઈપણ કાનૂની કાર્યવાહી માટે ઉપયોગી હોય.

7 / 8
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે દરેક કેસની પરિસ્થિતિઓ અનુસાર, તે જોવામાં આવશે કે રેકોર્ડિંગ કેવી રીતે કરવામાં આવ્યું હતું અને તેનો વૈવાહિક વિવાદ સાથે શું સંબંધ છે. આ નિર્ણયને વૈવાહિક કેસોમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)