
પતિ-પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય છે, પરંતુ જ્યારે તેઓ કોર્ટમાં પહોંચે છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. કોર્ટમાં પત્ની છૂટાછેડા અને અન્ય ઘણી બાબતોની સાથે પોતાના માટે ભરણપોષણની માંગ કરે છે. આવી સ્થિતિમાં પતિએ આ બધું કાયદા મુજબ પત્નીને આપવું પડે છે અને કોર્ટના આદેશ મુજબ તમામ બાબતો કરવાની હોય છે. ભારતમાં ભરણપોષણ કાયદેસર રીતે લાગુ કરવા માટે વિવિધ જોગવાઈઓ અસ્તિત્વમાં છે, જે હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટના અનેક ઐતિહાસિક નિર્ણયોએ આ અધિકારને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવ્યો છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 કલમ 376 ( પહેલા IPC કલમ 125) છૂટાછેડા પછી પણ પત્નીને ભરણપોષણ મળશે. હિન્દુ મેરેજ એક્ટ, 1955 (સેક્શન 25) છૂટાછેડા પછી, પત્ની આજીવન ભરણપોષણ માંગી શકે છે.

કોર્ટ પતિની આર્થિક સ્થિતિ, પત્નીની જરૂરિયાતો, બાળકોના શિક્ષણ ખર્ચ, મોંઘવારી અને પતિની અન્ય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને ભરણપોષણનો નિર્ણય કરે છે, જો પતિ ભથ્થું ન ચૂકવે તો પત્ની અને બાળકો કોર્ટમાં જઈને અરજી દાખલ કરી શકે છે અને પતિની મિલકત જપ્ત કરી શકાય છે.કોર્ટે કહ્યું કે, પતિએ સમયસર ભથ્થું ચૂકવવું પડશે, નહીં તો તે જેલ પણ જઈ શકે છે.

ભારતમાં 2023માં જૂના ફોજદારી કાયદાઓને બદલીને ત્રણ નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે,ભરણપોષણ મહિલાઓ અને બાળકોના આર્થિક અધિકારોનું રક્ષણ કરે છે. નવા BNS 2023 અને BNSS 2023 કાયદા હેઠળ મહિલાઓ અને બાળકોના અધિકારોને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ મહિલા અથવા બાળકને ભરણપોષણ ભથ્થું ન મળતું હોય, તો તેઓ કોર્ટમાં અરજી કરી શકે છે અને તેમના અધિકારો મેળવી શકે છે.
Published On - 4:58 pm, Wed, 5 February 25