
કેરળ હાઈકોર્ટે એક મહત્વનો અને કડક કાનુની ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ મહિલા કે નાબાલિકના પ્રાઈવેટ પાર્ટ પર વાઈબ્રેટિંગ મશીન કે અન્ય કોઈ પણ ઉપકરણ રાખવું માત્ર યૌન ઉત્પીડન નથી.

આ પોક્સો અધિનિયમ હેઠળ પેનેટ્રેટિવ સેક્સુઅલ અસોલ્ટ અને આઈપીસીની કલમ 375(b) હેઠળ બળાત્કારની શ્રેણીમાં આવે છે. કોર્ટે આ નિર્ણય ત્રિશુર નિવાસી આરોપી જોશી કે.જેની અરજીને ફગાવતા સંભળાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર અને જાતીય હુમલો કરવાના ગુનામાં ટ્રાયલ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જેને હાઈકોર્ટે સંપૂર્ણ રીતે યોગ્ય ગણાવી હતી.

આ ઘટના 20 જુલાઈ 2019ની છે. પીડિતા 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા બાદ અભ્યાસ અને નોકરીની શોધખોળ કરી રહી હતી. ત્યારે ચર્ચિત નકલી એન્ટિક કલેક્ટર માનસૂન માવુંકલે તેને કોસ્મેટોલોજી શીખવવા અને નોકરી આપવાના બહાને તેના ઘરે બોલાવી.

આ મામલાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ અનુસાર મનસુનના સહયોગી આરોપી જોશીએ પીડિતાને ટ્રીટમેન્ટ રુપમાં સુવડાવી હતી. ત્યારબાદ તેમણે એક વાઈબ્રેટ મશીન જેવું ઉપકરણ પીડિતાના પ્રાઈવેટ પાર્ટ પર ચાલુ કર્યું હતુ.

આરોપીએ પીડિતાનું મોઢું બંધ કરી અને ધમકી આપી હતી. મનસુનની ધરપકડ પછી પીડિતાએ આ ઘટનાનો ખુલાસો કર્યો હતો.

હાઈકોર્ટે કહ્યું કે, કોઈ પણ ઉપકરણ પ્રાઈવેટ પાર્ટ કે તેની આસાપાસ રાખવું પેનેટ્રેશન અને ગંભીર યૌન શોષણ માટે પર્યાપ્ત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કાનુન હેઠળ 10 વર્ષની સજામાં કોઈ કાપ સંભવ નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )