કાનુની સવાલ : ડિજિટલ અરેસ્ટ કરનારાઓની હવે ખેર નહી, કોર્ટમાંથી જામીન મેળવવા મુશ્કેલ બનશે, કાયદો જાણો

ડિજિટલ અરેસ્ટના નામ પર લોકોની કમાણી લુંટવાના મામલા પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે વુદ્ધ અને રિટાયર્ડ લોકોને નિશાન બનાવનારા આરોપીઓને જામીન અને સજાને લઈ મહત્વની ટિપ્પણી કરી છે.

| Updated on: Nov 02, 2026 | 10:49 AM
1 / 9
ડિજિટલ અરેસ્ટના નામ પર લોકોની જિંદગીભરની કમાણી લુંટનારા વિરુદ્ધ સુપ્રીમકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આવા આરોપીઓને જામીન આપવા પર કડક ટિપ્પણીઓ પણ કરી હતી, જેમાં આવા સાયબર ગુનાઓને ડિજિટલ લૂંટ ગણાવ્યા હતા.

2 / 9
ખાસ કરીને વૃદ્ધો અને નિવૃત્ત લોકોને નિશાન બનાવતી ગેંગ પર નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન, દેશભરમાં ડિજિટલ ધરપકડના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના આંકડા પણ બહાર આવ્યા છે.

3 / 9
28 ઓક્ટોમ્બર 2026ના રોજ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી 3 જજની પીઠે ડિજિટલ અરેસ્ટ સાથે જોડાયેલા મામલે આરોપીઓ માટે કડક વલણ અપનાવ્યું છે. પીઠમાં જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી મોહના પણ સામેલ હતા. કોર્ટે કહ્યું કે, આવા ગુનામાં સામેલ લોકો વિરુદ્ધ કાનુન હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ટ્રાયલ પહેલા ગુનેગારોને સજા આપવાની વાત કહી હતી.

4 / 9
લાઈવ લોના રિપોર્ટ મુજબ, સુનાવણી દરમિયાન, CJI એ ટિપ્પણી કરી કે ,જો કાયદો પરવાનગી આપે છે, તો ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં જ ડિજિટલ ધરપકડના આરોપીઓને સજા કરવાની જોગવાઈઓ પર વિચાર કરવો જોઈએ.

5 / 9
તેમણે એમ પણ કહ્યું કે જો તક મળે, તો આવા આરોપીઓને કોઈપણ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત થતા અટકાવવા માટે પગલાં લઈ શકાય છે. જો કે, આ કોર્ટ દ્વારા મૌખિક અવલોકન છે, નવો કાયદો કે જામીન પર સંપૂર્ણ પ્રતિબંધ નથી.

6 / 9
 કોર્ટે ડિજિટલ એરેસ્ટ કૌભાંડના છેતરપિંડી કરનારાઓ અને કથિત ગુનેગારોના વર્તન પ્રત્યે સખત નારાજગી વ્યક્ત કરી હતી.  તેમજ લોકોએ કેટલીક સાવધાની રાખવી જરુરી છે.

7 / 9
ફોન પર કોઈના કહેવા પર પૈસા ટ્રાન્સફર ના કરો. વીડિયો કોલ પર પોલીસ અથવા તપાસ અધિકારીઓ હોવાનો દાવો કરનાર વ્યક્તિ પર વિશ્વાસ ના કરો. બેંકની જાણકારી, ઓટીપી અને પાસવર્ડ કોઈની સાથે શેર ના કરો.

8 / 9
 તરત સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ કરો. અથવા રાષ્ટ્રીય સાયબર પોર્ટલ પર રિપોર્ટ નોંધો.

9 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us
Loading...
Unable to load recommendations.