
ભારતીય ન્યાય સંહિતા એટલે કે, બીએનએસની કલમ 69 હેઠળ જો કોઈ લગ્નનું ખોટું વચન આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે છે. જો વ્યક્તિ ગુના માટે દોષિત ઠરે છે, તો તેને 10 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. આ કિસ્સામાં, બંને સજા શક્ય છે.

આ કલમ હેઠળ, જો કોઈ મહિલાને નોકરીના ખોટા વચનો આપીને, પ્રમોશનની લાલચ આપીને અથવા પોતાની ઓળખ છુપાવીને શારીરિક સંબંધ બાંધવામાં આવે છે. તો પણ સજા થઈ શકે છે.તમને જણાવી દઈએ કે કોર્ટમાં આરોપ સાબિત થયા પછી જ સજા આપી શકાય છે.

થોડા સમય પહેલા કોલકાતા હાઈકોર્ટે POCSO એકટ હેઠળ એક 23 વર્ષીય પુરુષને આજીવન કેદની સજા ફટકારી છે. તેના પર 2 લાખનો દંડ સાથે આ સજા યથાવત રાખવામાં આવી છે.

આ આખો મામલો 2015-2017નો છે. જ્યારે આરોપીએ સગીરા સાથે કથિત અફેર શરૂ કર્યું ત્યારે તે 12 વર્ષની હતી, જ્યારે આરોપી 23 વર્ષનો હતો. આ સમય દરમિયાન, આરોપીએ સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા, લગ્નના ખોટા વચનો આપ્યા હતા.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)