કાનુની સવાલ : જો તમારા આધાર કાર્ડનો કોઈ દુરઉપયોગ કરી રહ્યા છે? તો શું કરવું જાણો

આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવવો હવે તમારા હાથમાં છે. UIDAI ની ઓનલાઈન સેવાઓ અને હેલ્પલાઈનનો ઉપયોગ કરીને, તમે ફક્ત તમારા આધારને સુરક્ષિત કરી શકતા નથી પરંતુ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર સમયસર કાર્યવાહી પણ કરી શકો છો. ડિજિટલ ઈન્ડિયામાં તમારી ઓળખ તમારી જવાબદારી છે.

| Updated on: Oct 02, 2025 | 7:17 AM
1 / 8
આધારકાર્ડનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ વધી રહ્યો છે. બેંકિંગ, સરકારી યોજનાઓ, મોબાઈલ કનેક્શનથી લઈ બાળકોના સ્કૂલ એડમિશન, ટ્રેનની ટિકિટ લઈ હોટલમાં રોકાવવા સુધી તમારે આધાર કાર્ડની જરુર પડે છે. જેટલો જલ્દી આધારકાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. તેટલો જ તેનો દુરઉપયોગ પણ વધી રહ્યો છે.

2 / 8
બીજાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી ભર્યા વ્યવહારો સામાન્ય બની ગયા છે. સુરક્ષિત રહેવા માટે તમારે જાણવું મહત્વપૂર્ણ છે કે તમે તમારું આધાર કાર્ડ ક્યાં આપ્યું છે અને તેનો દુરુપયોગ થઈ રહ્યો છે કે કેમ. તમે તમારા આધાર કાર્ડને સરળતાથી ટ્રેક કરી શકો છો.

3 / 8
આધાર નંબરનો ઉપયોગ કરી કોઈ તમારા નામ પર બેંક અકાઉન્ટ ખોલી શકે છે. તેમજ લોન પણ લઈ શકે છે અને સરકારી યોજનાઓનો લાભ પણ ઉઠાવી શકે છે.કેટલીક વખત મોબાઈલ સિમ કે અન્ય સેવાઓ પણ છેતરપિંડીથી સક્રિય થઈ જાય છે.

4 / 8
UIDAIએ "Authentication History" નામની સુવિધા આફી રહ્યું છે. જેનાથી તમે જાણી શકો છો કો, તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં અને કોન ક્યાં પ્રકારથી કરી રહ્યું છે. તમે ઑથેન્ટિકેશન હિસ્ટ્રી જોઈ શકો છો.

5 / 8
તમે અહી 6 મહિનાની હિસ્ટ્રી જોઈ શકો છો. તેમજ તમારા દરેક ટ્રાન્જેક્શનની તારીખ સમય, અને કઈ એજન્સીએ તમારા આધારકાર્ડનો ઉપયોગ કર્યો છે. આ બધી વસ્તુઓ તમને અહી જોવા મળશે. જો કોઈ અજાણતા કે, શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય, તો તાત્કાલિક સતર્ક રહો. UIDAIની વેબસાઈટ પર ફરિયાદ કરી શકો છો.

6 / 8
સૌથી પહેલા તમારે UIDAIની હેલ્પલાઈન 1947 પર ફોન કરવાનો રહેશે. તેમજ નજીકના આધાર સેવા કેન્દ્રમાં જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમે UIDAI  વેબસાઈટ પરથી તમારું આધાર કાર્ડ લોક/અનલોક કરી શકો છો. જેથી કોઈ તેનો દુરઉપયોગ ન કરી શકે.

7 / 8
જો આધાર કાર્ડનો ઉપયોગ કરી ફ્રોર્ડ થયો હોય તો તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. આ સાથે તમે સાયબર ક્રાઈમ પોર્ટલ પર પણ જઈ ઘરે બેસી ઓનલાઈન ફરીયાદ કરી શકો છો.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)