કાનુની સવાલ: કોઈ પણ કેસમાં WhatsApp Screenshot કોર્ટમાં માન્ય છે કે નહીં? જાણો કાયદો શું કહે છે

કાનુની સવાલ: આજના ડિજિટલ યુગમાં WhatsApp ચેટ, મેસેજ, ફોટા અને સ્ક્રીનશોટ્સ દરેકના જીવનનો ભાગ બની ગયા છે. ઘરેલું હિંસા, છેતરપિંડી, બ્લેકમેઈલિંગ, ધમકી, ઓફિસ વિવાદ કે પારિવારિક કેસોમાં ઘણી વખત લોકો WhatsApp Screenshotને પુરાવા તરીકે રજૂ કરે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે WhatsApp Screenshot કોર્ટમાં કાયદેસર પુરાવો માન્ય છે કે નહીં?

| Updated on: Jan 17, 2026 | 2:16 PM
1 / 7
કાનુની સવાલ: ભારતીય કાયદા મુજબ WhatsApp Screenshot સીધા જ પુરાવા તરીકે માન્ય નથી, પરંતુ ચોક્કસ કાનૂની શરતો પૂરી કરવામાં આવે તો તે કોર્ટમાં માન્ય બની શકે છે.

2 / 7
કાયદો શું કહે છે?: ભારતીય પુરાવા અધિનિયમ (Indian Evidence Act) ની કલમ 65B ડિજિટલ પુરાવા માટે મહત્વપૂર્ણ છે. WhatsApp ચેટ, સ્ક્રીનશોટ, ઈમેઇલ, વીડિયો કે ઓડિયો — આ બધું Electronic Evidence ગણાય છે. કલમ 65B મુજબ, જો કોઈ વ્યક્તિ WhatsApp Screenshot કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરે છે, તો તેની સાથે 65B Certificate રજૂ કરવો ફરજિયાત છે.

3 / 7
65B Certificate શું છે?: 65B Certificate એ એક કાનૂની પ્રમાણપત્ર છે, જેમાં આ બાબતોનો ઉલ્લેખ હોય છે: સ્ક્રીનશોટ કયા મોબાઇલ અથવા ડિવાઇસમાંથી લેવામાં આવ્યો તે. મેસેજ અસલી છે અને તેમાં કોઈ ફેરફાર નથી. ડિવાઇસ યોગ્ય રીતે કામ કરી રહી હતી. સ્ક્રીનશોટ રજૂ કરનાર વ્યક્તિ ડિવાઇસની માલિક અથવા નિયંત્રણમાં હતી. આ સર્ટિફિકેટ સામાન્ય રીતે નોટરી, ટેકનિકલ નિષ્ણાત અથવા ડિવાઇસના માલિક દ્વારા આપવામાં આવે છે.

4 / 7
ફક્ત Screenshot પૂરતો નથી: ઘણી વખત લોકો ફક્ત WhatsApp Screenshot પ્રિન્ટ કરીને કોર્ટમાં રજૂ કરે છે, પરંતુ 65B Certificate વગર આવા Screenshotને કોર્ટ પુરાવા તરીકે સ્વીકારતી નથી. સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડિજિટલ પુરાવા માટે 65B Certificate ફરજિયાત છે.

5 / 7
મોબાઇલ જપ્ત કરવો પડે?: દરેક કેસમાં મોબાઇલ જપ્ત કરવો જરૂરી નથી, પરંતુ જો સામે પક્ષ Screenshotની સત્યતા પર સવાલ ઉઠાવે તો કોર્ટ મોબાઇલ ફોરેન્સિક તપાસ માટે મંગાવી શકે છે.

6 / 7
કયા કેસોમાં WhatsApp Screenshot ઉપયોગી?: ઘરેલું હિંસા, છેતરપિંડી અને બ્લેકમેઈલિંગ, ધમકી અને ગાળો, ઓફિસ હેરાનગતિ, પારિવારિક અને ડિવોર્સ કેસ પરંતુ દરેક કેસમાં કાયદેસર પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. સ્ક્રીનશોર્ટ એડિટ કે ફોર્વર્ડ થયેલ હોય તો તે વિક બની જાય છે.

7 / 7
અંતે તો એ જ કે WhatsApp Screenshot કોર્ટમાં ત્યારે જ માન્ય પુરાવો બને છે, જ્યારે તે અસલી હોવાની પુષ્ટિ થાય. 65B Certificate જોડાયેલ હોય. કોર્ટને તેની વિશ્વસનીયતા પર શંકા ન રહે. માત્ર Screenshot સાચવી રાખવું પૂરતું નથી, તેને કાયદાની દૃષ્ટિએ યોગ્ય રીતે રજૂ કરવું અત્યંત જરૂરી છે.