
બિન-જામીનપાત્ર ગુનાઓના ઉદાહરણો જોઈએ તો હત્યા (આઈપીસીની કલમ 302),બળાત્કાર (આઈપીસીની કલમ 376),લૂંટ (આઈપીસીની કલમ 395),અપહરણ (આઈપીસીની કલમ 363, 364),આત્મહત્યા માટે ઉશ્કેરણી (આઈપીસીની કલમ 306),માનવ તસ્કરી (આઈપીસીની કલમ 370),ગંભીર છેતરપિંડી (આઈપીસીની કલમ 420) હત્યાનો પ્રયાસ (આઈપીસીની કલમ 307) ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા (હથિયાર કાયદો) વગેરે સામેલ છે.

જામીનની પ્રક્રિયા શું હોય છે. તો બિન-જામીનપાત્ર ગુના માટે જામીન મેળવવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.જામીન માટે અરજી મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ કોર્ટમાં કરવામાં આવે છે.કેસના તથ્યો, પુરાવા સાથે છેડછાડની શક્યતા અને આરોપીના ભૂતકાળના રેકોર્ડને ધ્યાનમાં લીધા પછી કોર્ટ જામીન આપવાનો નિર્ણય લે છે.

જો કોર્ટ જામીન નામંજૂર કરે છે, તો આરોપીને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવી પડી શકે છે.

ટુંકમાં જામીન મળતા ગુના વિશે વાત કરીએ તો. હત્યા,હત્યાનો પ્રયાસ, મારપીટ કરીને મોત, બળાત્કાર, ખુનની ધમકી આપવી, આપધાત માટે ઉશ્કેરણી કરવી. જાતીય શોષણ કરવું. ચોરી,કસ્ટડીમાં મોત, દેશદ્રોહ વગેરે સામેલ છે.

જામીન ન મળતા ગુનાઓમાં જામીન આપવા કે નહી તે અંગેનો નિર્ણય માત્ર કોર્ટે જ લે છે. જો આરોપી પર લાગવામાં આવેલા ગુનાની સજા 3 વર્ષથી વધારે હોય તો એ ગુનો નોન-બેલેબલ હોય શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
Published On - 6:51 am, Fri, 7 November 25