કાનુની સવાલ : જો વર્કપ્લેસ પર તમારી પજવણી થઈ રહી છે, તો આ તમારા કાનૂની અધિકારો જાણો

જો તમને કાર્યસ્થળ પર પજવણી અથવા ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારા અધિકારો જાણો આ તમારા કાનૂની અધિકારો છે, ફરિયાદ ક્યાં કરવી અને કાનૂની મદદ કેવી રીતે મેળવવી.

| Updated on: Feb 24, 2026 | 6:23 AM
1 / 8
ઓફિસ હોય કે કોઈ કામનું સ્થળ હોય કેટલીક વખત કર્મચારીઓને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક વાતાવરણ સુરક્ષિત ન હોય તો ક્યારે તેને સન્માન મળતું નથી. કેટલીક વખત પરિસ્થિતિ એટલી હદ સુધી ખરાબ થઈ જાય છે કે, આ મામલો માનસિક, શારીરિક કે યૌન શોષણ સુધી પહોંચી જાય છે.

2 / 8
આ સ્થિતિમાં કેટલાક કર્મચારીઓ પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી. જ્યારે કર્મચારીઓની સુરક્ષા માટે ભારત સરકારે પીઓએસએચ એક્ટ 2013 બનાવ્યા છે. આ કાનુન હેઠળ દરેક કંપનીમાં ઈન્ટરનલ કમ્પલેટ કમેટી (ICC) ની સ્થાપના કરવી જરૂરી છે, જ્યાં કર્મચારીઓ ખુલ્લેઆમ તેમની ફરિયાદો નોંધાવી શકે છે.

3 / 8
આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા અથવા ફરિયાદોને અવગણવાથી દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે.જો વર્કપ્લેસ પર હેરસમેન્ટ થાય તો તેની સાથે જોડાયેલા કાનુન શું કહે છે. તેમજ જો તમે ઓફિસમાં  હેરસમેન્ટનો ભોગ બનો છો તો ફરિયાદ ક્યાં કરવી?

4 / 8
ભારતમાં દરેક કર્મચારીને કેટલાક જરુરી અધિકારો આપવામાં આવ્યા છે. જેનાથી તે કોઈ ડર,ભેદભાવ કે શૌષણ વગર કામ કરી શકે. આ અધિકારો સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓને સમયસર પગાર મળે, નિર્ધારિત કલાકોમાં કામ મળે, સમયસર રજા મળે અને સલામત અને આદરપૂર્ણ ઓફિસ વાતાવરણ જાળવવામાં આવે. આ અધિકારો ફક્ત કર્મચારીઓનું રક્ષણ કરવા માટે જ નહીં પરંતુ એક સ્વસ્થ અને જવાબદાર કાર્યસ્થળ બનાવવા માટે પણ છે.

5 / 8
વર્કપ્લેસમાં હેરસમેન્ટ કેમ થાય છે? ઓફિસ અથવા કાર્યસ્થળ પર કર્મચારી પ્રત્યેનું કોઈપણ વર્તન જે તેમને અસ્વસ્થતા, અપમાન અથવા ડર અનુભવે છે તે કાર્યસ્થળ પર પજવણી છે.

6 / 8
 આ વર્તન એક જ નહીં, પણ વિવિધ રીતે થઈ શકે છે. મારપીટ કરવી, ખોટો ટચ કરવું, ધક્કો મારવો, અપશબ્દો કહેવા,ધમકી આપવી, ટાર્ગેટ કરી ટોર્ચર કરવું. જાતિ,ધર્મ અને રંગના આધારે ખોટો વ્યવ્હાર કરવો.

7 / 8
આવા કિસ્સામાં, કર્મચારીએ ચૂપ રહેવું જોઈએ નહીં. પહેલું તેઓ તેમની ઓફિસની (ICC) ને લેખિત ફરિયાદ નોંધાવી શકે છે. POSH એક્ટ, 2013 હેઠળ, દરેક કંપનીએ પીડિત કર્મચારી માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે આ સમિતિની સ્થાપના કરવી જરૂરી છે. જો કંપની ICCની રચના ન કરે અથવા ફરિયાદને અવગણે, તો કર્મચારી સીધા સ્થાનિક સમિતિ (જિલ્લા સ્તરે રચાયેલી સમિતિ), શ્રમ વિભાગ અને કોર્ટનો સંપર્ક કરી શકે છે. જો કોઈ કંપની આ ફરિયાદને અવગણે તો તેને 50,000 સુધીનો દંડ પણ ફટકારવામાં આવે છે. તેમજ કંપનીનું લાઈસન્સ કે રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે.

8 / 8
 (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)