કાનુની સવાલ: માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી દાદા-દાદીની મિલકત પર પૌત્ર-પૌત્રીઓનો કેટલો અધિકાર?

કાનુની સવાલ: દિલ્હી હાઈકોર્ટે પૈતૃક મિલકતના વિવાદના એક કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને અરજદાર મહિલાને મોટો ફટકો આપ્યો છે.

| Updated on: Sep 17, 2025 | 9:00 AM
1 / 6
દિલ્હી હાઈકોર્ટે પૈતૃક મિલકતના વિવાદના એક કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને અરજદાર મહિલાને મોટો ફટકો આપ્યો છે. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે પૌત્ર કે પૌત્રી તેમના માતાપિતા જીવિત હોય ત્યારે દાદા-દાદીની મિલકતમાં હિસ્સો દાવો કરી શકશે નહીં. આ નિર્ણય જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે આપ્યો છે.

2 / 6
આ આદેશ સાથે હાઇકોર્ટે અરજદાર કૃતિકા જૈનની અરજી ફગાવી દીધી, જેમાં તેણે તેના પિતા રાકેશ જૈન અને કાકી નીના જૈન સામે દિલ્હીની મિલકતમાં ક્વાર્ટર હિસ્સો માંગ્યો હતો.

3 / 6
હાઇકોર્ટે કહ્યું કે, કૃતિકાનો દાવો કાયદેસર રીતે ટકાઉ નથી, કારણ કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા મુજબ મિલકત ફક્ત દાદાની વિધવા પત્ની અને બાળકોમાં વહેંચવામાં આવશે.

4 / 6
પૌત્ર-પૌત્રીઓને તેમના માતાપિતા જીવિત હોય ત્યાં સુધી પ્રથમ વર્ગના વારસદાર ગણવામાં આવતા નથી. કૃતિકાએ જે મિલકતમાં હિસ્સો માંગ્યો હતો તે તેના દાદાની હતી.

5 / 6
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, 1956 પછી આવી મિલકતને સંયુક્ત પરિવારની મિલકત નહીં પણ વ્યક્તિગત માલિકી ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ નિર્ણય સમાજમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરે છે, જેમાં એવું માનવામાં આવતું હતું કે દાદા-દાદીની મિલકત પર પૌત્ર-પૌત્રીઓનો સીધો અધિકાર છે, પણ હવે એવું નથી. દાદાની સંપતિ પર પહેલો અધિકાર પિતાનો લાગશે.

6 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)