
મધ્યપ્રદેશમાં સમાન નાગરિક સહિંતા લાગુ કરવાની દિશામાં એક મોટું અને મહત્વ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યસરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા UCCનો ડ્રાફ્ટ સંપૂર્ણ પણે તૈયાર થઈ ચૂક્યો છે. આ નવા કાનુનમાં લિવ-ઈન રિલેશનશીપને લઈ એક કડક જોગવાઈઓ સામેલ છે.

નવા નિયમો અનુસાર, લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી ફરજિયાત રહેશે જ, પરંતુ જીવનસાથીને છોડી દેવા માટે છૂટાછેડા જેવી લાંબી કાનૂની પ્રક્રિયાઓની પણ જરૂર પડશે.

મધ્યપ્રદેશ સરકાર દ્વારા તૈયાર કરાયેલા યુસીસી ડ્રાફ્ટમાં લિવ ઈન રિલેશનશીપને નિયમિત કરવા માટે અનેક પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. નવા કાનુનમાં લિવ ઈન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન સાથે બ્રેકઅપ કરવાની પ્રકિયાને પણ લગ્ન અને છૂટાછેડાના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કોઈ રજિસ્ટર્ડ લિવ ઈન પાર્ટનર કોઈ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. તો આ લગ્ન બંધનમાં બંધાતા પહેલા તેમણે પોતાનું જુનુ લિવ ઈન રિલેશન રદ કરવું પડશે.

લિવ ઈનનું રજિસ્ટ્રેશન કોઈ એક પક્ષ દ્વારા અરજી કરવા પર લિવ-ઇન નોંધણી પણ રદ કરી શકાય છે. જો કે, જો બીજો પક્ષ આ એકપક્ષીય નિર્ણય સાથે અસંમત હોય, તો તેઓ તેને કોર્ટમાં પડકારી શકે છે

મીડિયા રિપોર્ટ મુજબ નવા કાનુન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સવાલ અને તેના જવાબ આ પ્રકારે છે. લિવ ઈન રિલેશનશીપના રજિસ્ટ્રેશન માટે બંને પક્ષોપુખ્ત હોવું જરુરી છે. જેના માટે ઉંમર સંબંધિત ડોક્યુમેન્ટ માંગવામાં આવશે. આ રજિસ્ટ્રેશન જિલ્લાના રજિસ્ટ્રારની પાસે કરાવવું પડશે.

જો લિવ-ઈન પાર્ટનર આગળ જઈ લગ્ન કરી લે છે. તો તેના લિવ ઈન રજિસ્ટ્રેશન આપમેળે રદ થઈ જશે. આ વ્યવસ્થા આપસી સહમંતિ અને જાગૃતા પર નિર્ભર કરશે, લોકો સાથે રહેવા માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવે છે કે નહી. તેને ક્રિમિનલ એક્ટ સાથે જોડાશે નહી.

જો કોઈ પરિણીત વ્યક્તિ કોઈ બીજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે, તો તેમની સામે પહેલાથી જ અમલમાં રહેલા ફોજદારી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ જો આ ડ્રાફ્ટ ચોમાસુ સત્રમાં પસાર થઈને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે, તો લિવ-ઇન રિલેશનશિપ અને વારસા અંગેની તેની કડક જોગવાઈઓને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )