
ટીબીની આપણે વાત કરીએ તો કેટલાક કેસમાં જો આ રોગ સંક્રામક અવસ્થામાં છે, એટલે કે, સાથીદાર(પત્નિ કે પતિ)ના સ્વાસ્થ માટે ખતરો બની રહ્યો છે, તો તે છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.

હિપેટાઇટિસ બી અને સી, આ વાયરસ ચેપગ્રસ્ત લોહી અથવા અન્ય શારીરિક દ્વવોના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર કિસ્સાઓમાં છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.કોર્ટમાં છૂટાછેડાનો દાવો કરવા માટે રોગ ગંભીર અને ચેપી છે. તે સાબિત કરવા માટે તબીબી પ્રમાણપત્ર અથવા નિષ્ણાત ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કરવો જરૂરી છે.

કોર્ટએ વાત પણ ધ્યાનમાં લે છે કે છૂટાછેડાની અરજી ખરેખર જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે છે કે પછી માત્ર બહાનું બનાવીને છૂટાછેડા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઘણી વખત કોર્ટ એ પણ જુએ છે કે, દર્દીની સારવાર શક્ય છે કે નહીં અને જીવનસાથી તેને ટેકો આપવા તૈયાર છે કે નહીં.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
Published On - 8:12 am, Sun, 16 February 25